drown/ નદીમાં ગેરકાયદે ચાલતા ઉત્ખનનને પોઇચામાં ફરવા આવેલાના જીવ લીધા

સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં ન્હાવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. બચાવો, બચાવોની બૂમો સાંભળીને સ્થાનિકો પણ ડૂબનારાઓને બચાવવા પાણીમાં કૂદ્યા હતા.

Gujarat Top Stories Surat
Beginners guide to 2024 05 14T140752.110 નદીમાં ગેરકાયદે ચાલતા ઉત્ખનનને પોઇચામાં ફરવા આવેલાના જીવ લીધા

સુરતઃ સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં ન્હાવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. બચાવો, બચાવોની બૂમો સાંભળીને સ્થાનિકો પણ ડૂબનારાઓને બચાવવા પાણીમાં કૂદ્યા હતા. આ ડૂબી ગયેલામા એકનો મૃતદેહ બુધવારે મળી આવ્યો હતો. બીજા લોકોની શોધખોળ ચાલુ છે. નદીના પટમાં ચાલતા ગેરકાયદેસરના રેતખનના લીધે આ બનાવ બન્યો હોવાનું માનવામાં આવે છે. આ મોતની જવાબદારી નદીમાં ગેરકાયદેસરનું રેતખનન કરનારાઓની છે.

કુલ આઠ પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા. સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો. હજી સાત લાપતાની શોધખોળ ચાલી રહી છે. રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના અગ્નિશામક દળો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે. આઠ જણા ડૂબી ગયાને લઈને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ત્યારે આજે  પોઇચા દુર્ઘટનામાં અન્ય એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માહિતી અનુસા ર આ મૃતદેહ ભાર્ગવ અશોક હાંદિયા નામના વ્યક્તિનો છે,તેમજ આજે સવારે ભાવેશ વલ્લભ હાંડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે કાલે 8 લોકોના મોત સામે આવ્યા હતા તેમાં વધુ 2 નામ ઉમેરાણા છે .જાણકારી અનુસાર 60થી વધુ કર્મીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

આ પણ વાંચો: ગુજરાતમાં મીની વાવાઝોડાંએ તારાજી સર્જી, બેનાં મોત

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમાં વેકેશન બેન્ચમાં વેકેશન નહી, 25 વર્ષ જૂના કેસોની સુનાવણી કરાશે