IND Vs NZ/ એજાઝ પટેલે સર્જ્યો વિશ્વવિક્રમ, એક જ ઇનિંગમાં ઝડપી 10 વિકેટ

ન્યૂઝીલેન્ડનાં એજાઝ પટેલે ભારતીય ઇનિંગ્સની તમામ દસ વિકેટ ઝડપી છે, આ સાથે તેણે મહાન ભારતીય સ્પિનર ​​અનિલ કુંબલેનાં રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

Top Stories Sports
એજાઝે તોડ્યો રેકોર્ડ
  • ન્યૂઝીલેન્ડ બોલર એજાઝ પટેલે સર્જ્યો વિશ્વવિક્રમ
  • મુંબઈ ટેસ્ટમાં ભારતની તમામ 10 વિકેટ ઝડપી
  • અનિલ કુંબલેના રેકોર્ડની કરી બરોબરી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈનાં વાનખેડે ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ત્યારે આ મુંબઈ ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડનાં એજાઝ પટેલે ભારતીય ઇનિંગ્સની તમામ દસ વિકેટ ઝડપી છે, આ સાથે તેણે મહાન ભારતીય સ્પિનર ​​અનિલ કુંબલેનાં રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મુંબઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં એજાઝ પટેલે ટીમ ઈન્ડિયાનાં તમામ દસ બેટ્સમેનોની વિકેટો ઝડપી હતી.

આ પણ વાંચો – પ્રવાસ / ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ટીમ ઈન્ડિયા કરશે દ.આફ્રિકાનો પ્રવાસ, BCCI એ કરી જાહેરાત

આજની મેચમાં જો તમે ભારતનું સ્કોર કાર્ડ જોશો તો એક તરફ તમને ભારતનાં બેટ્સમેનોનાં નામ દેખાશે અને બીજી બાજુ તમને વિકેટ લેવાની લાઇનમાં એક જ નામ દેખાશે અને તે છે એજાઝ પટેલ. કિવિ સ્પિનરે આજે ધમાલ મચાવી હતી. ભારતનાં તમામ બેટ્સમેનો એક જ બોલરનાં શિકાર બન્યા હતા. 150 રન બનાવનાર મયંક અગ્રવાલ હોય કે શૂન્ય પર આઉટ થનાર અશ્વિન હોય. આ બોલરથી કોઈ બચ્યું ન હતું. આ બોલરે મુંબઈની વાનખેડેની પીચ પર જબરદસ્ત બોલ ટર્ન કરાવ્યો હતો. આ બોલરે મયંક, શુભમન, પૂજારા અને કોહલી જેવી મોટી વિકેટ લીધી હતી. જ્યારે પણ સ્પિનરોની વાત આવે છે, ત્યારે બોલનાં ટપ્પાની વાત થાય છે. એજાઝ પટેલ એ જ ટીપ્પાને પકડીને સતત બોલ ફેંકતો રહ્યો. તેનો લાભ તેને મળ્યો. હવામાન ભલે સ્પિનર ​​મુજબ હોઈ શકે છે પરંતુ વિકેટ માટે સારો બોલ ફેંકવો પડે છે. એજાઝ આ કારનામું કરનાર પ્રથમ કિવી સ્પિનર ​​બની ગયો છે. એજાઝે આ ઇનિંગમાં 48 ઓવર નાંખી હતી. જેમાં તેણે 119 રન આપ્યા અને 10 વિકેટ પોતાના નામે કરી.

આ પણ વાંચો – IND Vs NZ / કોહલીને આઉટ આપવા પર વિવાદ, પરેશ રાવલે કહ્યુ- આ થર્ડ એમ્પાયર છે કે થર્ડ ક્લાસ એમ્પાયરિંગ?

આપને જણાવી દઈએ કે, એજાઝ પહેલા કિવી બોલર જીતન પટેલે 2012માં ભારતમાં 4 વિકેટ લીધી હતી. આ સાથે પટેલે એક જ ઇનિંગમાં 3 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ બતાવી છે. તે કિવિ સ્પિનર ​​દ્વારા એક ઇનિંગમાં 5 વિકેટ લેનાર પ્રથમ બોલર પણ બની ગયો છે. આ પહેલા મેચમાં એજાઝે મેચ ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.