Not Set/ અમદાવાદ/ કર્ણાવતી ક્લબમાં દસ ડિરેક્ટર્સ માટે ચૂંટણી સમરસ

શહેરના એસ. જી. હાઈવે પર આવેલ કર્ણાવતી ક્લબમાં ૨૦ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચૂંટણી ટળી ગઈ છે. આમ, છેવટે કર્ણાવતી ક્લબમાં પણ ‘રાજપથવાળી’ થઈ છે અને ચૂંટણી સમરસ થઈ છે. કર્ણાવતી ક્લબમાં રોટેશન મુજબ નિવૃત્ત થનાર ૧૦ ડિરેક્ટર્સ માટે તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ચૂંટણી યોજાનાર હતી. આ ચૂંટણી માટે ૩૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા […]

Ahmedabad Gujarat
dhummas 3 અમદાવાદ/ કર્ણાવતી ક્લબમાં દસ ડિરેક્ટર્સ માટે ચૂંટણી સમરસ

શહેરના એસ. જી. હાઈવે પર આવેલ કર્ણાવતી ક્લબમાં ૨૦ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચૂંટણી ટળી ગઈ છે. આમ, છેવટે કર્ણાવતી ક્લબમાં પણ ‘રાજપથવાળી’ થઈ છે અને ચૂંટણી સમરસ થઈ છે. કર્ણાવતી ક્લબમાં રોટેશન મુજબ નિવૃત્ત થનાર ૧૦ ડિરેક્ટર્સ માટે તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ચૂંટણી યોજાનાર હતી.

આ ચૂંટણી માટે ૩૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તે પૈકી ૯ ફોર્મ રદ કરાયા બાદ ૩૦ ઉમેદવારો ક્લબની ચૂંટણી લડનાર હતા. જોકે, ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે તા. ૬ ડિસેમ્બરના રોજ સાંજ સુધીમાં ૨૦ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતાં છેવટે ચૂંટણી ટળી ગઈ છે. આમ, હવે બાકી રહેલા ૧૦ ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાશે. આમ, ક્લબના નવા બોર્ડમાં  સ્થાન મેળવનાર ૧૦ ડિરેક્ટર્સમાં ગિરીશ દાણી, કિન્નર શાહ અને શરદ  પટેલનો સમાવેશ કરાશે.

ક્લબમાંથી નિવૃત્ત થનાર ૧૦ ડિરેક્ટર્સ  પૈકી હિતેન્દ્ર પટેલ, પ્રશાંત શાહ અને આશિષ અમીને સ્વૈચ્છિક રીતે  ડિરેક્ટરપદ છોડયું હોવાની વાત સામે આવ છે . આમ, ક્લબમાંથી સત્તા છોડવાની ફરજ પડી હતી તેવા પૂર્વ  પ્રેસિડેન્ટ ગિરીશ દાણીએ ક્લબમાં સામાન્ય ડિરેક્ટર મેળવવા  ‘સમાધાન’ કરવું પડયું હોવાનું ક્લબના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉમેદવારી પરત ખેંચનારનો ઈન્વાઈટી અથવા કો- ઓપ્ટ તરીકે સમાવેશ કરાય તેવી શક્યતા છે  તેમજ કેટલાંકને કોઈ કમિટીમાં સ્થાન કે હોદ્દો આપવામાં આવે  તેવી અટકળો વહેતી થઈ હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.