રાજકોટ/ ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની શુક્રવારે ચૂંટણી યોજાશે

આગામી ધારાસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી પાર્ટી દ્વારા બન્ને પદો માટે પાટીદાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તે નકકી છે જો ચેરમેન પદ માટે લેઉવા પટેલને પસંદ કરવામાં આવશે

Gujarat
Untitled 314 10 ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની શુક્રવારે ચૂંટણી યોજાશે

ઉપલેટા ખેતીવાડી ઉત્પન્ન બજા સમીતીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ આગામી 3જી શુક્રવારના રોજ બપોરે 1ર વાગે જીલ્લા રજીસ્ટ્રારના અઘ્યક્ષ સ્થાને યોજાઇ રહેલી ચુંટણીમાં ચેરમેનપદ માટે હાલમાં 6 દાવેદારો મેદાનમાં આવ્યા છે .જેમાં માકેટીંગ યાર્ડની 16 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી તેમાં પૂર્વ રાજય મંત્રી જયેશભાઇ રાદડીયાના નેતૃત્વમાં તમામ બેઠકો ઉપર ભાજપનાં ભગવાં લહેરાયો હતો ત્યારે આગામી 3ને શુક્રવારે મારકેટીંગ યાર્ડના સભા ખંડમાં બપોરે બાર વાગે ચેરમેન અને વા. ચેરમેનપદ મેળવવા માટે હાલમાં 6 દાવેદારો છે તેઓ જીલ્લા બેંકના ડિરેકટર હરિભાઇ ઠુમર, જીલ્લા સંઘના વાઇસ ચેરમેન દલપતભાઇ માકડીયા, પૂર્વ ચેરમેન જમનભાઇ ગેડીયા, તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઇ માકડીયા અને યુવા ડિરેકટર પરેશભાઇ ઉચદડીયા, રમેશભાઇ ખાંટ જયારે વાઇસ ચેરમેન પદ માટે અગાઉ યાર્ડમાંવાઇસ ચેરમેન તરીકે રહી ચૂકેલા વિનુભાઇ ઘેટિયા અને નવનિયુકત ચૂટાયેલા રણમલભાઇ બામરોટીયા વચ્ચે સ્પર્ધા છે.

યાર્ડની ચુંટણીમાં છેલ્લા ત્રણ વર્ષ થી ચુંટાઇ આવતા અને યાર્ડની ચુંટણીમાં હમેશા કિંગ મેકરની ભૂમિકામાં રહી અગાઉ યાર્ડમાં બે વખત નાની ઉમરે વાઇસ ચેરમેન બનવાનું બહુમાન ધરાવતા નિકુલભાઇ ચંદ્રવાડીયાએ આજ વખતે સ્વૈચ્છીક રીતે યાર્ડની ચુંટણીમાં કોઇ પદ માટે દાવેદારી નહિ કરી અન્ય ને તક મળે તે માટે રસ્તો ખુલ્લો કરી આપેલ તેઓનો સંપર્ક કરતાં તેઓએ જણાવેલ કે પાર્ટીમાં જે નિર્ણય આવશે તે સ્વીકારી સૌવ સાથે મળી હોદેદારોને બીન હરીફ ચુંટી કાઢશે.

એક એવી પણ વાત છે કે આગામી ધારાસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી પાર્ટી દ્વારા બન્ને પદો માટે પાટીદાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તે નકકી છે જો ચેરમેન પદ માટે લેઉવા પટેલને પસંદ કરવામાં આવશે વાઇસ ચેરમેનપદ માટે કડવા પટેલમાંથી પસંદ થશે અને જો ચેરમેનપદ માટે કડવા પટેલ ને આપવામાં આવશે તો વાઇસ ચેરમેનપદ માટે લેઉવા પટેલને બેસાડવામાં આવશે.