ચૂંટણીપંચ/ યુપી,પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી આવતા વર્ષે નિર્ધારિત સમયે યોજાશે-મુખ્ય ચૂંટણી કમિશનર

આવતા વર્ષે ચૂંટણી સમયસર યોજાશે

Top Stories
election યુપી,પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી આવતા વર્ષે નિર્ધારિત સમયે યોજાશે-મુખ્ય ચૂંટણી કમિશનર

મુખ્ય ચૂંટણી કમિશનર  સુશીલ ચંદ્રાએ કહ્યું છે કે, ચૂંટણી પંચ આગામી વર્ષે સમયસર ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનો નિર્ધાર કર્યો છે . કોરોના વાયરસ રોગચાળા વચ્ચે બિહાર, બંગાળ અને અન્ય ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો આયોગને ઘણો અનુભવ મળ્યો છે.

ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડ વિધાનસભાઓનો કાર્યકાળ માર્ચ 2022 માં સમાપ્ત થશે. સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે મે માં  પરિપૂર્ણ થશે. ચંદ્રાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની પહેલી જવાબદારી છે કે વિધાનસભાઓનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં અમે ચૂંટણી યોજીએ અને વિજેતા ઉમેદવારોની સૂચિ રાજ્યપાલને સોંપીએ.

કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી હતી તેથી  લોકસભા અને વિધાનસભાની પેટા-ચૂંટણીઓ સ્થગિત કરી દેવામાં આવી હતી,આ ઉપરાંત રાજ્યસભાની કેટલીક બેઠકો માટેની પેટા ચૂંટણીઓ અને વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી પણ રોગચાળાને કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. ચૂંટણી કમિશનર ચંદ્રાએ કહ્યું કે   તમે જાણો છો, કોરોનાની બીજી લહેર મદ પડી છે.  અને નવા કેસોની સંખ્યા ઘણી ઓછી છે. અમે બિમારીમાં રોગચાળા દરમિયાન ચૂંટણી યોજી હતી. અમે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી યોજી છે. અમારી પાસે અનુભવ છે. અમે રોગચાળોમાં પણ ચૂંટણી યોજવામાં ઘણો અનુભવ મેળવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે હવે મહામારીની રફતાર મંદ પડી  છે અને અમે ટૂંક સમયમાં તેની સમાપ્ત થવાની અપેક્ષા રાખીએ છીએ, અમે સુનિશ્ચિત સમયમાં આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની સ્થિતિમાં હોઈશું. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ સરકાર છે, જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે.