Lakhtar APMC/ લખતર ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયુ મતદાર સંમેલન

લખતર ખાતે આવેલ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના પ્રટાગણમાં આગામી લખતર એપીએમસીની આગામી નવમી ઓક્ટોબરના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે

Gujarat
YouTube Thumbnail 6 6 લખતર ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયુ મતદાર સંમેલન

લખતરઃ લખતર ખાતે આવેલ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના પ્રટાગણમાં આગામી લખતર એપીએમસીની આગામી નવમી ઓક્ટોબરના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જેના સંદર્ભે લખતર ખાતે માર્કેટિંગ યાર્ડ મતદાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ સંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી વર્તમાન ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પાટડી દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, જીલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે.ચવલિયા સહિત જિલ્લા તેમજ તાલુકા ભાજપના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આમા ઉપસ્થિત આગેવાનો દ્વારા આગામી સમયમાં યોજાનાર એપીએમસીની સામાન્ય ચૂંટણી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલને મત આપી વિજય બનવા માટે હવન કરવામાં આવ્યું છે. સંમેલનની અંદર મોટી સંખ્યામાં સહકારી ક્ષેત્રના આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખો,સહિત સભાસદો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત લખતર તાલુકાના અપક્ષ અને વિઠલાપરા ગામના સરપંચ અને આગેવાનોએ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તેના પગલે લખતર એપીએમસીની ચૂંટણીમાં ભાજપની સંભાવનામાં વધારો થયો છે. આમ સભા મતદાર સંમેલનમાં કોંગ્રેસમાં જ ભાંગતૂટ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 લખતર ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયુ મતદાર સંમેલન


આ પણ વાંચોઃ કીમિયાગર/ ભાજપના પ્રદેશ પ્રમુખના નામે પ્રદેશ મંત્રીને જ ઠગવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Israel Palestine War/ નેતન્યાહુએ હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી, બોમ્બથી ગાઝાને તોડી પાડ્યું

આ પણ વાંચોઃ Israel/ ઈઝરાયેલમાં રહેતા ભારત નાગરિકો માટે મહત્વપૂર્ણ એડવાઈઝરી!