Electric Air Taxi/ આ છે દેશની પહેલી ઇલેક્ટ્રિક એરટેક્સી- જે હવામાં ભરશે ઉડાન

દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી બેંગલુરુની બહાર યેલાહંકા એરફોર્સ સ્ટેશન સંકુલમાં ચાલી રહેલા Electric Airtaxi ‘એરો ઈન્ડિયા’ શોમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

Top Stories Tech & Auto
Air આ છે દેશની પહેલી ઇલેક્ટ્રિક એરટેક્સી- જે હવામાં ભરશે ઉડાન

Electric Airtaxi બેંગલુરુઃ હવે તે દિવસ દૂર નથી જ્યારે તમે ફ્લાઈંગ ટેક્સી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી શકશો. દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી બેંગલુરુની બહાર યેલાહંકા એરફોર્સ સ્ટેશન સંકુલમાં ચાલી રહેલા Electric Airtaxi ‘એરો ઈન્ડિયા’ શોમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક એર ટેક્સી ખૂબ જ ખાસ છે. હાલમાં તેની ટ્રાયલ પર કામ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે તે 2024 ના અંત અથવા 2025 ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. ચાલો હવે જાણીએ આ ટેક્સીની વિશેષતાઓ વિશે.

ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી

  • 160 કિમીની ઝડપે આ એર ટેક્સી 200 કિમી સુધી જઈ શકે છે.
  • આ ઇલેક્ટ્રિક એર ટેક્સી વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ કરે છે.
  • આમાં એક પાયલોટ સિવાય બે લોકો એમ 200 કિલો સુધીનું વજન જઈ શકે છે.
  • તેની મદદથી શહેરની અંદર લોકો અને માલસામાનની અવરજવર માટે રસ્તા કરતાં દસ ગણી ઝડપથી કામ કરી શકાય છે.
  • તેનું ભાડું હાલના ટેક્સી ભાડા કરતાં બેથી ત્રણ ગણું વધુ હશે.

શોમાં એક જેટ સૂટ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જે માણસ સાથે Electric Airtaxi હવામાં ઉડી શકે છે. હકીકતમાં, તેને પહેરવાથી, વ્યક્તિ જેટ બની જાય છે અને હવામાં ઉડી શકે છે. 50 થી 60 કિમીની ઝડપે આ સૂટ સાતથી નવ મિનિટ સુધી હવામાં 10 કિમી સુધી ઉડી શકે છે. તે સંપૂર્ણપણે દેશમાં બનાવવામાં આવે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ 14મી ‘એરો ઈન્ડિયા-2023’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ શો 17 ફેબ્રુઆરી સુધી ચાલશે અને લગભગ 700 ડિફેન્સ કંપનીઓ અને લગભગ 100 દેશોના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો છે.

ભારતમાં ડિફેન્સ સેક્ટરમાં 250થી પણ વધુ કંપનીઓ કાર્યરત છે. Electric Airtaxi આ બધી કંપનીઓમાં ઘણી કંપનીઓ માટે આ શો અમૂલ્ય તક લઈ આવ્યો છે. આના લીધે ભારતીય કંપનીઓને ફક્ત ભારતીય સ્તરનું જ નહી પણ વૈશ્વિક સ્તરનું ફલક મળશે તેમ માનવામાં આવે છે. આમ પણ તેજસની સફળતા પછી એરોનોટિક્સ સેક્ટરમાં ભારતીય કંપનીઓના ડિફેન્સ ઉત્પાદનોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આગામી નાણાકીય વર્ષમાં એક લાખ કરોડના શસ્ત્રોની નિકાસનો લક્ષ્યાંક મૂક્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની શસ્ત્રોની નિકાસ 30 હજાર કરોડથી 35 હજાર કરોડની વચ્ચે રહે તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ

India Russia Weapons/ ભારત સાથે રશિયા બનાવશે વિશ્વની સૌથી શક્તિશાળી ટેન્ક, હશે ખાસ ફીચર્સ

Treasure Trove Act/ રસ્તા પર મળેલી નોટ ખિસ્સામાં મૂકવા પર થઈ શકે છે સજા, જાણો શું છે આનો કાયદો

Aircraft Flight/ દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ INS વિક્રાંત, વર્ષના અંત સુધીમાં સંચાલન કરવાનું શરૂ કરશે