નવી દિલ્હી,
તપાસ એજન્સીઓને માહિતી મળી છે કે બે અરબ ડોલરના પીએનબી કૌભાંડના આરોપી અને હીરા કારોબારી નીરવ મોદી પાસે અડધો ડઝન પાસપોર્ટ છે. આ મામલામાં નવી એફઆઈઆર દાખલ કરવાની તૈયારી છે. ભારતની એજન્સીઓને ખબર મળી છે કે નીરવ બેલ્જીયમમાં છે. ત્યાં એમનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે, તેમ છતાં તેમની યાત્રાઓ ચાલુજ છે. ત્યારબાદ એમની પાસે 6 પાસપોર્ટ હોવાની ખબર મળી છે, જેમાના 2 થોડા સમય માટે એક્ટીવ હતા. સુત્રોનું કહેવાનું છે કે બાકીના 4 પાસપોર્ટ હવે એક્ટીવ નથી.
એક પાસપોર્ટ પર નીરવનું આખું નામ છે, જયારે બીજા પર ફક્ત પહેલું નામ છે. જેના પર યુકેના 40 મહિના માટેના વિઝા પણ આપવામાં આવ્યા છે. સવાલ એ છે કે સરકાર દ્વારા આ વર્ષે પાસપોર્ટ રદ્દ કરી દેવા છતાં પણ એક દેશથી બીજા દેશમાં ચક્કર કેમ લગાવી શકે છે. બાદમાં એમનો બીજો પાસપોર્ટ પણ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. સુત્રોનું કહેવાનું છે કે વિદેશ મંત્રાલયે ઇન્ટરપોલને પાસપોર્ટ રદ્દ કરવાની જાણકારી આપી હતી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અલગ-અલગ દેશોમાં સરખી વ્યવસ્થા ના હોવાના કારણે એમને રોકી નથી શકાતા અને તેઓ સમુદ્રી રસ્તે એક દેશથી બીજા દેશની યાત્રા કરે છે.
ઇન્ટરપોલ પાસે નીરવ મોદીના અરેસ્ટ વોરંટની માંગણી કરી રહેલી તપાસ એજન્સીઓએ એપ્લીકેશનમાં પણ પાસપોર્ટ રદ્દ કરવાના આદેશની કોપી લગાવવામાં આવી છે. એક થી વધારે પાસપોર્ટનો ઉપયોગ કરવો એ ગુનો બને છે. આ મામલા સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ એક અપરાધ છે અને આંતરિક તપાસ પૂરી થયા બાદ નીરવ મોદી પર નવી એફઆઈઆર દાખલ કરવામાં આવશે. એમણે જણાવ્યું કે આ મામલામાં તપાસ ચાલી રહી છે કે નીરવ મોદી બીજા દેશ દ્વારા આપવામાં આવેલા પાસપોર્ટનો ઉપયોગ નથી કરી રહ્યા ને.
જણાવી દઈએ કે નીરવ મોદી પર ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસોને લઈને સિબિઆઇ અને ઇડીએ ઇન્ટરપોલ પાસે એમની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવાની અરજી કરી હતી. સુત્રોનું કહેવાનું છે કે એક વાર નીરવ મોદીની સ્થિતિ ખબર પડી જાય, તો સરકાર પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી શકે છે. ગયા મહીને ખબર પડી હતી કે એમના પરિવાર પાસે 8000 કરોડની સંપતિ છે. આ આધાર પર ઇડીએ મુંબઈ અદાલતમાં એમને ભાગેડુ જાહેર કરવાની માંગ કરી હતી.
પંજાબ નેશનલ બેંક તરફથી 13000 કરોડની ફ્રોડની ફરિયાદ મળ્યા બાદ એજન્સીઓ નીરવ મોદી અને મેહુલ ચોકસી સહીત અન્ય તપાસ કરી રહી છે. આ મામલામાં સિબિઆઇએ બંને વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. કહેવાઈ રહ્યું છે કે કેસ દાખલ કરાયા પહેલાજ બંને આરોપીઓએ દેશ છોડી દીધો હતો.