Not Set/ “પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ-જેડીએસના નારાજ MLAને પાર્ટીમાં જોડવા કરે પ્રયત્ન : યેદિયુરપ્પા

બેંગ્લુરુ, કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીત્ય બાદ પણ ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ નીવડી હતી. જો કે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર રચાઈ છે, ત્યારબાદ પણ ભાજપે સરકાર બનાવવા માટેના પ્રયત્નો હજી બંધ કર્યા નથી. ત્યારે હવે કોંગ્રેસ અને જેડીએસમાં મતભેદના અહેવાલો વચ્ચે પ્રદેશ ભાજપ દ્વારા પોતાના નેતાઓને કોંગ્રેસ અને જેડીએસના […]

India Trending
1530326208 yeddy "પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ-જેડીએસના નારાજ MLAને પાર્ટીમાં જોડવા કરે પ્રયત્ન : યેદિયુરપ્પા

બેંગ્લુરુ,

કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીત્ય બાદ પણ ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ નીવડી હતી. જો કે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર રચાઈ છે, ત્યારબાદ પણ ભાજપે સરકાર બનાવવા માટેના પ્રયત્નો હજી બંધ કર્યા નથી. ત્યારે હવે કોંગ્રેસ અને જેડીએસમાં મતભેદના અહેવાલો વચ્ચે પ્રદેશ ભાજપ દ્વારા પોતાના નેતાઓને કોંગ્રેસ અને જેડીએસના નારાજ ધારાસભ્યોને ભાજપમાં જોડવા માટે પ્રયત્ન કરવા માટે ફરમાન જાહેર કર્યુ છે.

વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં પાર્ટીની પ્રથમ એક્ઝિક્યુટીવ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પાએ જણાવ્યુ હતુ કે, “કોંગ્રેસ અને જેડીએસ સરકાર પાંચ વર્ષનો પોતાના કાર્યકાળ પુર્ણ કરે તે પહેલા જ અમે સત્તામાં આવીશુ તેવો પુર્ણ વિશ્વાસ છે”.

તેઓએ ઉમેર્યુ હતુ કે, “લોકોનો મત સ્પષ્ટ છે કે તેઓ અમને કોઈ પણ ભોગે સત્તામાં લાવવા માંગે છે. જેથી લોકોને ઈચ્છા પુર્ણ કરવા અને પાર્ટીને સત્તામાં લાવવા માટે હું પાર્ટીના નેતાઓને અપીલ કરુ છું કે આ ગઠબંધનથી નારાજ કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના ઘરે જાય અને તેમને ભાજપ સાથે જાડાવા માટે પ્રયત્ન કરે”.

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અંગે પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું, “કર્ણાટકના વિકાસની ચિંતા કરનાર દરેક વ્યક્તિનું અમે પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. પુર્વ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, તેઓ ધીરજ રાખવામાં માને છે અને ઉતાવળમાં કોઈ પગલું ભરવાના નથી. પરંતુ રાજ્યમાં ગઠબંધનની સરકાર અસ્થિર છે”.

જેડીએસ અને કોંગ્રેસનુ અપવિત્ર ગઠબંધન તેના મેળે જ તુટી પડવાનુ છે આ માટે અમારે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. આ સરકાર પાંચ વર્ષ ટકવાની નથી તે સ્પષ્ટ છે. અમે બજેટ રજુ થાય ત્યાં સુધી રાહ જોઈશુ. ત્યાર બાદ આગામી પગલુ ભરીશુ”.