Not Set/ ઇલેકટ્રોથર્મ ઈન્ડિયા લિ./ કરોડો રૂપિયાના કૌભાંડ, આરોપીની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

ઇલેકટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોના કેસમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ દ્વારા સીઆઇડી ક્રાઇમને એફઆઇઆર નોંધવા આદેશ જારી કર્યો હતો. સીઆઇડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર કૌભાંડમાં કંપનીના એમડી શૈલેષ ભંડારી અને વેસ્ટર્ન ઈન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ  લિ.ના ડાયરેકટર નાગેશ ભંડારી સહિતના અન્ય આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. […]

Ahmedabad Gujarat
electro ઇલેકટ્રોથર્મ ઈન્ડિયા લિ./ કરોડો રૂપિયાના કૌભાંડ, આરોપીની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

ઇલેકટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોના કેસમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ દ્વારા સીઆઇડી ક્રાઇમને એફઆઇઆર નોંધવા આદેશ જારી કર્યો હતો.

સીઆઇડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર કૌભાંડમાં કંપનીના એમડી શૈલેષ ભંડારી અને વેસ્ટર્ન ઈન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ  લિ.ના ડાયરેકટર નાગેશ ભંડારી સહિતના અન્ય આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમે દાખલ કરેલી આ એફઆઇઆરને પગલે હવે આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે.

સીઆઇડી ક્રાઇમ દ્વારા ઇલેક્ટ્રોથર્મના એમડી શૈલેષ ભંડારી, વેસ્ટર્ન ઈન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલનાલિ.ના નાગેશ ભંડારી સહિતના આરોપીઓ વિરૂધ્ધ ત્રણ અલગ-અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ફરિયાદી તરીકે ઇલેકટ્રોથર્મ ઈન્ડિયા  લિ.ના ફાઉન્ડર અને ચેરમેન મુકેશ ભંડારી અને ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર સિધ્ધાર્થ ભંડારીને  દર્શાવવામાં આવ્યા છે.

કંપનીના ચેરમેન મુકેશભાઇ વિદેશમાં હોવાછતાં સંબંધિત દસ્તાવેજા અને ગેરેંટી ડીડમાં તેમની નોટરી રૂબરૂ ખોટી સહીઓ કરી દેવાઇ હતી. કંપનીના નાણાંકીય ભંડોળની ઉચાપત કરાઇ હતી. ઉપરોકત આરોપીઓએ એપલ કોમોડિટીઝ પાસેથી કોલસો ખરીદવા અને કેસલશાઇન પાસેથી હોમ સ્ટ્રીપ મીલ ખરીદવા ફંડ ટ્રાન્સફર કર્યું હતુ પરંતુ વાસ્તવમાં કોલસો કે હોમ સ્ટ્રીપ મીલ પ્રોડકટ ઇલક્ટ્રોથર્મમાં આવ્યા જ નથી.

શૈલેષ ભંડારી અને તેના મળતીયાઓ ઇલેક્ટ્રોથર્મના કરોડો રૂપિયાના ભંડોળનો દૂરપયોગ અને નાણાંકીય ઉચાપત માટે બોગસ ફર્મ ઉભી કરી સમગ્ર કૌભાંડ આચર્યું હતું. એટલું જ નહી, કંપનીઝ એકટની જાગવાઇઓ તેમ જ સંબંધિત કાયદાકીય જાગવાઓ અનુસર્યા વિના જ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ઇલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિ.ના કરોડો રૂપિયાના ભંડોળનો દૂરપયોગ કરી ગંભીર નાણાંકીય ઉચાપત, છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.