Not Set/ IMS એન્જિનિયરિંગ કોલેજમાં લિફ્ટ તૂટી, પાંચ વિદ્યાર્થીઓ ઘાયલ, ત્રણની હાલત ગંભીર

IMS એન્જિનિયરિંગ કોલેજમાં એક અકસ્માત થયો છે. થાણા મસૂરી ખાતે IMS કોલેજની લિફ્ટ તૂટી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

Top Stories India
IMS

ગાઝિયાબાદની IMS એન્જિનિયરિંગ કોલેજમાં એક અકસ્માત થયો છે. થાણા મસૂરી ખાતે IMS કોલેજની લિફ્ટ તૂટી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. લિફ્ટમાં 8 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 5 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. ઘાયલોને નજીકની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માત નેશનલ હાઈવે-24 પર ડાસના પાસે સ્પિરિચ્યુઅલ નગર સ્થિત IMS એન્જિનિયરિંગ કોલેજમાં થયો હતો. કોલેજની એક બિલ્ડીંગમાં 8 વિદ્યાર્થીઓ લિફ્ટમાંથી ઉપરના માળે જઈ રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ તૂટીને નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

માહિતી મળતાની સાથે જ કોલેજ પ્રશાસને લિફ્ટમાં ફસાયેલા ઘાયલ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા અને તેમને તાત્કાલિક નજીકની મણિપાલ હોસ્પિટલમાં મોકલ્યા. ઘાયલોમાં ત્રણ વિદ્યાર્થીઓની હાલત નાજુક છે. હાલ તમામની સારવાર તબીબોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આ અકસ્માત અંગે વિદ્યાર્થીઓના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો:બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનનો ચેપ માનવીને લાગ્યો,પ્રથમ કેસ નોંધાયો,જાણો વિગત

ગુજરાતનું ગૌરવ