Not Set/ ચુડામાં જુગાર રમતાં 11 શખ્સો 1 લાખથી વધુ મુદ્દામાલ સાથે પકડાયા

આ પકડાયેલા શખ્સો પાસેથી 42,060 રૂપિયા રોકડ, મોબાઈલ, વાહનો સહિત 1,08560 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Gujarat
jugari 1 ચુડામાં જુગાર રમતાં 11 શખ્સો 1 લાખથી વધુ મુદ્દામાલ સાથે પકડાયા

ચુડા તાલુકાના ભૃગુપુર અને જોબાળા ગામે પોલીસે દરોડો પાડિને જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા હતા. જુગારી પાસેથી 1.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ચુડા તાલુકાના ભૃગુપુર ગામે રેશનકાર્ડની દુકાન પાસે જુગાર રમતા હરેશ રણછોડ ગોવિંદીયા, મેહુલ ભરત જાંબુકીયા અને ગણપત રમેશ પરાલીયાને પોલીસે 11,250 રૂ.ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જોબાળા ગામે નાગનેશ ગામની સીમમાંથી તીન પત્તીનો જુગાર રમતા ધર્મેન્દ્ર જેમા શેખ, કાંતી થોભણ ડાભી, ભરત વશરામ પંચાળા, બટુક બાબુ ઠોળીયા, રાજુ જગા પટેલ, અરવિંદ વીનુ લીંબડીયા, ભરત વીરજી મેતલીયા અને રાજેશ હનુ મકવાણાન ઝડપી પાડ્યા હતા.

આ પકડાયેલા શખ્સો પાસેથી 42,060 રૂપિયા રોકડ, મોબાઈલ, વાહનો સહિત 1,08560 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દરોડામાં એચ.જી.ગોહીલ ભરતભાઈ સભાડ, ધમભા ચૌહાણ, શિવરાજસિંહ રાણા સહિતના રોકાયા હતા. ભૃગુપુર અને જોબાળા ગામેથી 11 જુગારી પાસેથી 1,19,810 રૂ.નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.