World Record/ જામનગરમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી? વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવવામાં આવી

જામનગરમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન કડિયાવાડ વિસ્તારના કડિયા બજાર રોડ પર શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ અંતર્ગત માત્ર 24 કલાકમાં 23 ફૂટ…

Top Stories Gujarat
New Record in Jamnagar

New Record in Jamnagar: જામનગરમાં સાક્ષરતા દિવસે નવો વિશ્વ વિક્રમ સર્જાયો હતો. જામનગરમાં અત્યાર સુધીમાં વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલા 12 નવેમ્બર, 2020ના રોજ કેરળમાં 09 ફૂટ મોટી માર્કર પેન બનાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જામનગરના ગણપતિ ઉત્સવ દરમિયાન 23 ફૂટ 2.5 ઈંચની સૌથી મોટી માર્કર પેન બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.

જામનગરમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન કડિયાવાડ વિસ્તારના કડિયા બજાર રોડ પર શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ અંતર્ગત માત્ર 24 કલાકમાં 23 ફૂટ 2.5 ઈંચની સૌથી મોટી માર્કર પેન બનાવવામાં આવી હતી. 23 ફૂટ 2.5 ઇંચની વિશ્વની સૌથી મોટી માર્કર પેન જામનગરમાં બનાવવામાં આવી છે, જેનાથી જામનગરની વધુ એક સિદ્ધિ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવાનો પ્રયાસ થયો છે. જામનગરના એઈટ વન્ડર ગ્રુપે છેલ્લા 25 વર્ષથી ચાલી રહેલા શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવના 26માં વર્ષમાં 9મો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

ગીનીસ બુકમાં દાવો કરવામાં આવ્યો છે એટલે કે અગાઉ 2020માં કેરળમાં 9 ફૂટની માર્કર પેન બનાવવામાં આવી હતી જ્યારે જામનગરમાં આ વર્ષે સાક્ષરતા દિવસના અવસરે ગણેશ ઉત્સવના અવસર પર ગુરુવાર 8 સપ્ટેમ્બર 2022 ના રોજ કડિયાવાડના કડિયા બજાર રોડ વિસ્તારના શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ પંડાલમાં આ માર્કર પેન દ્વારા ભગવાન ગણપતિનું ચિત્ર પણ બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: કૉંગ્રેસ ને બચાવો/ ચાલુ 64 ધારાસભ્યોને ટિકિટનું પ્રોમિસ, આ મહિનાના અંતમાં ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે

આ પણ વાંચો: વ્યાજખોરોનો આતંક/ વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડનો આપઘાત, 6 પાનાની સુસાઇડ નોટે વ્યાજખોરોનો ખેલ ઉઘાડો પાડ્યો

આ પણ વાંચો: રાજકીય/ ચૂંટણી પહેલાં ભાજપના નેતા હાર્દિક પટેલના હવાતિયાં, ક્યાથી લડી શકે છે ચૂંટણી ?