Not Set/ બોમ્બની ધમકી મળતા એર ઈંન્ડિયાનાં વિમાનની કરાઇ ઇમરજન્સી લેન્ડિંગ

બોમ્બની ધમકી મળતા એર ઈંન્ડિયાની ફ્લાઇટ એઆઈ-191ની લંડનનાં સ્ટેંસ્ટેડ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવી. આ વિમાન મુંબઈથી નેવાર્ક જઇ રહ્યો હતો. વિમાનને પાર્કિગ સ્થળથી અલગ લઇ જવામાં આવ્યુ છે. બોમ્બની ધમકી પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એર ઈંન્ડિયાએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. જો કે બોમ્બ વિશે કઇ જ કહેવામાં આવ્યુ […]

Top Stories India
hqdefault 7 બોમ્બની ધમકી મળતા એર ઈંન્ડિયાનાં વિમાનની કરાઇ ઇમરજન્સી લેન્ડિંગ

બોમ્બની ધમકી મળતા એર ઈંન્ડિયાની ફ્લાઇટ એઆઈ-191ની લંડનનાં સ્ટેંસ્ટેડ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવી. આ વિમાન મુંબઈથી નેવાર્ક જઇ રહ્યો હતો. વિમાનને પાર્કિગ સ્થળથી અલગ લઇ જવામાં આવ્યુ છે. બોમ્બની ધમકી પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એર ઈંન્ડિયાએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. જો કે બોમ્બ વિશે કઇ જ કહેવામાં આવ્યુ નથી.

સુત્રોનું કહેવુ છે કે, બોમ્બની સુચના મળતા જ એર ઈંન્ડિયાનાં વિમાનનાં પાયલટે એટીએસને તેની જાણકારી આપી. જાણકારી મળતા જ બ્રિટેનનાં રોયલ એરફોર્સનાં ટાયફૂન ફાઇટર વિમાનોએ ફ્લાઇટ-191ને ઘેરી લીધી અને તેને લંડનનાં સ્ટેંસ્ટેડ એરપોર્ટ લઇ ગયા. આ લંડનનું એક શાંત એરપોર્ટ છે, જેનો ઉપયોગ નાગરિક ઉડ્ડયન સંબંધમાં કટોકટીની પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે. એર ઈંન્ડિયાની ફ્લાઇટની લેન્ડિંગનાં કારણે 20 મિનિટ સુધી અહીનાં રનવેને બંધ રાખવામાં આવ્યુ.

airindia 761079964 0 બોમ્બની ધમકી મળતા એર ઈંન્ડિયાનાં વિમાનની કરાઇ ઇમરજન્સી લેન્ડિંગ

એર ઈંન્ડિયાની ફ્લાઇટની લેન્ડિંગ બાદ વિમાનને ઘેરી લેવામાં આવ્યુ અને તપાસ શરૂ કરવામાં આવી. થોડા સમય બાદ રનવે અને એરપોર્ટને વિમાનનાં પરિચાલન માટે ખોલી દેવામાં આવ્યુ. આ વખતે એરપોર્ટ પ્રાધિકરણને વિજ્ઞપ્તિ જારી કરી રન-વે પર પરિચાલન શરૂ કરવાની વાત કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.