ઇમરજન્સી લેન્ડિંગ/ બેંગ્લુરુથી વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 137 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ભારતમાં વધુ એક વિમાન દુર્ઘટના સર્જાતી રહી ગઈ છે. બેંગ્લુરુથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું શમસાબાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Top Stories India
Emergency landing બેંગ્લુરુથી વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 137 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ભારતમાં વધુ એક વિમાન દુર્ઘટના સર્જાતી રહી ગઈ છે. Emergency landing બેંગ્લુરુથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું શમસાબાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઇન્ડિગોની સવારની ફ્લાઇટ 5-10 વાગે રવાના થઈ હતી, પરંતુ ફ્લાઇટમાં ટેકનિકલ મુશ્કેલી આવતા પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા હતા. એરક્રાફ્ટને શમસાબાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સીમાં લેન્ડ કરવું પડ્યું હતું.

ફ્લાઇટમાં કુલ 13 લોકો સવાર હતા.  Emergency landing બધા મુસાફરે માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા તાકીદે કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને જણાવ્યું હતું કે તમામ 137 પ્રવાસીઓ સુરક્ષિત છે. ફ્લાઇટે બેંગ્લોરથી વારાસણી માટે ઉડાન ભરી હતી. તેના પછી અચાનક ટેકનિકલ સમસ્યાઓના પગલે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

આ પહેલા પહેલી એપ્રિલના રોજ દુબઈ જતાં કાર્ગો પ્લેન સાથે એક પક્ષી અથડાયું હતું. Emergency landing એલર્ટ જારી કરવામાં આવ્યા પછી તેને દિલ્હી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું તું કે પક્ષી અથડાવવાના લીધે પ્લેનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી. જો કે થોડા સમય પછી પ્લેન ફરીથી ટેક-ઓફ થયું હતું. બેંગ્લુરુથી વારાણસી જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E897નું સવારે 6-15 વાગે તેલંગણાના શમશાબાદ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યાના લીધે 137 મુસાફરો સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બધા મુસાફરો સલામત છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિગોની ફ્લાઇટ આ પહેલા પણ જુદા-જુદા કારણસર વિવાદમાં આવી ચૂકી છે Emergency landing અને તેને ડીજીસીએ તરફથી નોટિસ પણ મળી ચૂકી છે. તેથી કેટલાક મજાકમાં કહે છે કે ઇન્ડિગોની સાથે ફ્લાઇટની અંદર કે બહાર કંઇકને કંઇક થતું જ રહે છે.

આ પણ વાંચોઃ દિલકશ કસ/ રબ ને બના દી જોડીઃ સિગારેટ ફૂંકતા કપલનો વિડીયો વાઇરલ

આ પણ વાંચોઃ China-India Relations/ રશિયા અને ભારત જેવી ઉભરતી સત્તા સાથે મજબૂત સંબંધ બનાવવા ચીન આતુર

આ પણ વાંચોઃ અમદાવાદ/ માફિયા અતીક અહેમદની જેલ બદલવામાં આવશે, સાબરમતીથી તિહાર જેલમાં મોકલવાની તૈયારી