Encounter/ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે ઠાર

બુધવારે સવારે જમ્મુ જિલ્લાના સિધ્રા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

Top Stories India
Encounter 1 જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે ઠાર

Encounter: બુધવારે સવારે જમ્મુ (Jammu)જિલ્લાના સિધ્રા વિસ્તારમાં સુરક્ષાદળો (Security forces) અને આતંકવાદીઓ  (Terrorist) વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોને કોઈ નુકસાન થયું નથી. આતંકવાદીઓ જે ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં એન્કાઉન્ટર દરમિયાન આગ લાગી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે, સિધ્રા વિસ્તારમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન (Search operation) શરૂ કરવામાં આવ્યું હતું અને તેના પગલે અથડામણ (Encounter) શરૂ થઈ હતી.

તેમણે કહ્યું કે દળો જ્યારે શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધ્યા ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ દળો પર ગોળીબાર કર્યો, જેના પછી જવાબી કાર્યવાહી થઈ અને અથડામણ (Encounter) શરૂ થઈ. બેથી ત્રણ આતંકીઓ હોવાની આશંકા છે.સવારે 7.34 કલાકે પ્રથમ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તે જ સમયે, એવી માહિતી છે કે આતંકવાદીઓ ટ્રકમાં સવાર હતા.

આ પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે ઉધમપુર જિલ્લામાંથી ઝડપાયેલ 15 કિલોગ્રામ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)ને ડિફ્યુઝ કર્યું હતું. હકીકતમાં, 26 ડિસેમ્બરે, પોલીસે ઉધમપુરમાંથી 15 કિલો IED રિકવર કરીને એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. જે બાદ પોલીસે ઝડપાયેલા IEDને ડિફ્યુઝ કરી દીધો હતો.

સોમવારે ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં એક નળાકાર આકારનું IED, 300-400 ગ્રામ આરડીએક્સ, 7.62 એમએમના સાત કારતૂસ અને પાંચ ડિટોનેટરની રિકવરી દ્વારા એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યો હતો, પોલીસે જણાવ્યું હતું. દરમિયાન અધિકારીઓએ માહિતી આપી હતી કે જપ્ત કરાયેલ આઈઈડી મંગળવારે સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવી છે.

આ ઉપરાંત બિશ્નાહ વિસ્તારના મહેમૂદપુર ચોક પાસે ન્યૂ સિમરન કોલોનીમાં રહેતા કાશ્મીરી પંજાબી પરિવાર હરપાલ સિંહના ઘર પર કોઈએ બે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જેના કારણે પરિવારમાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ હરપાલના ઘરે પહોંચ્યા અને કારણ જાણવા માંગતા હતા.હરપાલ સિંહે કહ્યું કે રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યે કોઈએ બહારથી અમારા ઘરની અંદર બે પેટ્રોલ બોમ્બ ફેંક્યા. તેમાંથી એક ખેતરમાં અથડાયો અને બીજો અમારા રૂમની બારી સાથે અથડાયો, જેમાં આગ લાગી.

બોમ્બ બ્લાસ્ટને કારણે પરિવારના દરેક લોકો ભયભીત થઈ ગયા અને એકઠા થઈને અવાજ કર્યો. અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોએ પેટ્રોલ બોમ્બ ફેંકનારાઓનો પીછો કર્યો, પરંતુ કોઈ પકડાયું નહીં. તે જ સમયે, સુમનપ્રીત સિંહે કહ્યું કે તે ખૂબ જ ડરામણું દ્રશ્ય હતું.અમારે કોઈની સાથે દુશ્મની નથી, છતાં કોઈએ અમારા ઘર પર બે પેટ્રોલ બોમ્બ ફેંક્યા, જેનાથી અમારા હૃદયમાં ભય છવાઈ ગયો. અહીં કોણ હોઈ શકે, આપણે કોના નિશાન પર છીએ.

આ પણ વાંચોઃ

Anil Deshmukh/ અનિલ દેશમુખને રાહતઃ હાઈકોર્ટે CBIની અરજી ફગાવી

Data Theft/ AIIMS બાદ હેકર્સે આ વિભાગના સર્વરમાં મારી ઘૂસ! 3 કરોડથી વધુ ડેટાની ચોરી