Test series/ ઇંગ્લેન્ડે છેલ્લી ટેસ્ટમાં પાકિસ્તાને 8 વિકેટથી હરાવી કર્યો વ્હાઇટ વોશ

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી યોજાઇ હતી આ સીરીઝમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાને તેના  ઘરઆંગણે 3-0થી વ્હાઇટવોશ કરીને સીરિઝ જીતી હતી

Top Stories Sports
TEST SERIES

TEST SERIES:  પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી યોજાઇ હતી આ સીરીઝમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાને તેના  ઘરઆંગણે 3-0થી વ્હાઇટવોશ કરીને સીરિઝ જીતી હતી. સીરિઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં યજમાન પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ઈંગ્લેન્ડે 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. પાકિસ્તાનની ધરતી પર રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં આ તેની પ્રથમ ક્લીન સ્વીપ છે. કરાચી ટેસ્ટ જીતવા માટે પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે 167 રનનો ટાર્ગેટ આપ્યો  હતો, જે મેચના અંતિમ દિવસના પહેલા સેશનમાં હાંસલ કરી લીધો હતો.

કરાંચી ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 55 રન બાકી હતા. તેની પાસે 8 વિકેટ બાકી હતી જ્યારે બેન સ્ટોક્સ અને બેન ડકેટ ક્રિઝ પર હતા. પરંતુ, છેલ્લા દિવસે વિકેટ ગુમાવ્યા સિવાય  ઇંગ્લેન્ડે બાકીના 55 રન બનાવીને પાકિસ્તાને કારમી હાર આપી હતી. કરાચીમાં મળેલી જીત 2022માં રમાયેલી 10 ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 9મી જીત છે. આ એ જ ઈંગ્લેન્ડની ટીમ છે જેણે પ્રથમ 17 ટેસ્ટમાંથી માત્ર 1માં જ જીત મેળવી હતી. પરંતુ, બ્રેન્ડન મેક્કુલમ અને બેન સ્ટોક્સના કાર્યકાળ દરમિયાન ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે ટીમના વલણમાં આવેલા બદલાવની અસર સ્પષ્ટપણે જોવા મળી છે.

પાકિસ્તાને કરાચી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરી હતી અને પ્રથમ દાવમાં 304 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 354 રન બનાવ્યા હતા અને 50 રનની લીડ મેળવી હતી. પાકિસ્તાનનો બીજો દાવ પ્રથમ દાવ જેવો નહોતો અને આખી ટીમ 216 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડને 167 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે સરળ રીતે રનચેઝ કરીને પાકિસ્તાને હરાવ્યું હતું.

22 વર્ષ બાદ પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝ રમવા આવેલી ઈંગ્લિશ ટીમે કરાચી ટેસ્ટ 8 વિકેટે જીતી લીધી હતી. આ પહેલા ઈંગ્લેન્ડે મુલતાનમાં રમાયેલી બીજી ટેસ્ટ 26 રને જીતી હતી. જ્યારે રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 74 રને જીતી હતી. આ રીતે ઈંગ્લેન્ડે ત્રણેય ટેસ્ટ જીતીને ન માત્ર શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું પરંતુ ઈતિહાસ પણ રચ્યો. ઈંગ્લેન્ડની ટીમ હવે તેના જ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનનો સફાયો કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.

survey/તવાંગ ઘટના બાદ 58 ટકા ભારતીયોએ ચાઇના પ્રોડકટનો કર્યો બહિષ્કાર,જાણો વિગત