Cricket/ ઈંગ્લેન્ડને લાગ્યો ડબલ ઝટકો, શું રૂટ બચાવી શકશે ટીમની લાજ?

અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગની શરૂઆત ખરાબ રહી હતી, ઈંગ્લેન્ડની ઇનિંગની પહેલી જ ઓવરમાં અક્ષર પટેલે પ્રથમ બોલ પર ક્રાઉલીને બોલ્ડ કરી ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો

Sports
Electionn 34 ઈંગ્લેન્ડને લાગ્યો ડબલ ઝટકો, શું રૂટ બચાવી શકશે ટીમની લાજ?

અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગની શરૂઆત ખરાબ રહી હતી, ઈંગ્લેન્ડની ઇનિંગની પહેલી જ ઓવરમાં અક્ષર પટેલે પ્રથમ બોલ પર ક્રાઉલીને બોલ્ડ કરી ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. પછીનાં જ બોલ પર અક્ષરે જોની બેયરસ્ટોને જાદુઇ બોલ ફેંકી અને તે એલ્બીમાં ચૂકી ગયો હતો, પરંતુ ત્રીજા બોલ જ બોલ પર બેયરસ્ટોને તેણે બોલ્ડ કર્યો હતો. આ જ ઓવરમાં અક્ષરે ઈંગ્લેન્ડની 2 વિકેટ સાથે અંગ્રેજ ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. બેયરસ્ટો કોઈ પણ સ્કોર કર્યા વગર પેવેલિયન પરત ફર્યો છે.

Cricket / રૂટે ફેરવ્યો ઈંગ્લેન્ડનો Root, ભારત 145 રનમાં ઓલઆઉટ

ત્રીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે રમત શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમનો સ્કોર ઈંગ્લેન્ડની ટીમનાં સ્કોરને વટાવી ગયો હતો. ભારતીય ટીમે હવે ઈંગ્લેન્ડને લીડ આપવાનું શરૂ કરી દીધું હતુ. રોહિતનો પ્રથમ દિવસનાં અંત સુધી સાથ આપનાર રહાણે ફરી એકવાર પોતાની ઇનિંગ્સ મોટી બનાવવામાં નિષ્ફળ ગયો હતો. રહાણે એલ્બીડબલ્યુ આઉટ થયો હતો. તેની વિકેટ સ્પિનર ​​જેક લીચે લીધી હતી. ભારતને 114 રનનાં સ્કોર પર ચોથો ફટકો લાગ્યો છે. રહાણેનાં આઉટ થયા બાદ, રિષભ પંત રોહિતનો સાથ આપવા પહોંચ્યો હતો. હવે સ્થિતિ પૂર રીતે બદલાઇ ચુકી છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયા 145 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે. ખાસ કરીને ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે ભારતીય બેટ્સમેનોની સ્થિતિ ખરાબ કરી દીધી છે. આ મેચમાં રૂટે 5 વિકેટ ઝડપી છે.

Cricket / ટીમ ઈન્ડિયા પહેલા દિવસની રમતનાં અંતે ડ્રાઈવિંગ સીટ પર, જાણો કેવો રહ્યો 1st Day?

આપને જણાવી દઇએ કે, અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સ્ટેડિયમ ખાતે પિંક બોલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટનો પહેલો દિવસ (Day 1) ટીમ ઈન્ડિયાનાં નામે રહ્યો. બીજા સત્રનાં થોડા સમય પહેલા, પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 112 રન આપીને મુલાકાતી ટીમને બોલ્ડ કર્યા પછી, ભારતીય ટીમે તેની પહેલી ઇનિંગમાં વાઇસ-કેપ્ટન રોહિત શર્માની અણનમ અડધી સદીને કારણે 99 રન બનાવ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા ઈનિગ્સમાં ફક્ત 13 રન પાછળ છે. રોહિત શર્મા 57 અને અજિંક્ય રહાણે 1 રન બનાવ્યા બાદ પિચ પર છે. આજનો દિવસ લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલનાં નામે રહ્યો હતો. તેણે આજે 6 વિકેટ ઝડપી હતી. અને ઈંગ્લેન્ડને માત્ર 112 રન પર પેલેવિયન પરત કર્યુ હતુ. મેચમાં અશ્વિને ત્રણ અને ઇશાંત શર્માએ એક વિકેટ લીધી હતી.

Cricket / નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ કર્યો નામે

આ પ્રદર્શનથી કહી શકાય કે, ટેસ્ટનો પહેલો દિવસ ભારતનાં નામે રહ્યો હતો અને બીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટથી ઈનિંગ્સને આગળ લંબાવશે, પરંતુ પ્રથમ દિવસે કેપ્ટન વિરાટ કોહલી આઉટ થયો હતો, ત્યારે કહી શકાય કે અમુક અંશે, ઈંગ્લેન્ડ તરફ પલડુ ઝૂક્યુ છે. જો વિરાટ કોહલી રોહિત શર્મા સાથે અણનમ પરત ફર્યો હોત તો ભારતનું પલડુ માનસિક અને તુલનાત્મક રીતે ભારે હોત. જો કે, સારી વાત એ છે કે ભારતનાં હાથમાં સાત વિકેટ બાકી છે અને જો આ બેટ્સમેનો બીજા દિવસે ભારતને સારી લીડ આપે તો પિચમાં પરિવર્તન જોઇને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડની હાર ટાળવી ખૂબ મુશ્કેલ છે. જો કે, તે જોવું એ પણ ખૂબ જ રસપ્રદ રહેશે કે આગામી થોડા દિવસોમાં પિચ કેવુ વર્તે છે. જો કે, ગુડલેન્થ પર ઘણી વખત ઉડતી ધૂળે સંકેત આપી દીધા છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શું થવાનું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ