IND vs ENG/ ચોથી ટેસ્ટનું પુનરાવર્તન ન થાય તે માટે ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટ માટે ટીમમાં કર્યો મોટો ફેરફાર

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવી બતાવી દીધુ છે કે, વિરાટ સેના સીરીઝમાં કેવી રીતે વાપસી કરવી તે જાણે છે.

Sports
1 151 ચોથી ટેસ્ટનું પુનરાવર્તન ન થાય તે માટે ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટ માટે ટીમમાં કર્યો મોટો ફેરફાર

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવી બતાવી દીધુ છે કે, વિરાટ સેના સીરીઝમાં કેવી રીતે વાપસી કરવી તે જાણે છે. વળી આ જીત બાદથી ઈંગ્લેન્ડ હવે પાંચમી ટેસ્ટને લઇને સતર્ક થઇ ગઇ છે. ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે ભારતે ચોથી ટેસ્ટમાં શાનદાર જીત દરમિયાન તમામ વિભાગોમાં ઈંગ્લેન્ડની નબળાઈઓને ઉજાગર કરી હતી. જો કે હવે ઈંગ્લેન્ડ ટીમ પાંચમી ટેસ્ટ માટે નવી રણનીતિ બનાવી રહી છે.

1 154 ચોથી ટેસ્ટનું પુનરાવર્તન ન થાય તે માટે ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટ માટે ટીમમાં કર્યો મોટો ફેરફાર

આ પણ વાંચો – સફળ સર્જરી / દિગ્ગજ ફૂટબોલર પેલેએ પોતાના ઓપરેશન બાદ કહ્યુ- આ ડોક્ટરે મારા સ્વાસ્થ્યની…

આપને જણાવી દઇએ કે, ઓવલ ખાતે રમાયેલી આ મેચમાં ભારત એક વખત બેકફૂટ પર હતું, પરંતુ આખરે સોમવારે 157 રનની જીત નોંધાવીને પાંચ મેચની સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી હતી. માઇકલ વોને ઈંગ્લેન્ડની ટીમનાં દરેક વિભાગમાં ખામીઓ શોધીને પોતાની ટ્વીટ મારફતે ઉજાગર કરી. તેમણે ‘ધ ટેલિગ્રાફ’માં તેમની કોલમમાં લખ્યું હતું કે,’ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમની નબળાઈઓ આ અઠવાડિયે સામે આવી હતી. તેમને એક મજબૂત પ્રતિસ્પર્ધી દ્વારા હાર મળી છે. એક વિરોધી જે નિર્ણાયક ક્ષણોમાં કેવી રીતે જીતને પોતાની તરફ ખેંચવી તે જાણે છે.’ વોને વધુમાં કહ્યું કે, ‘પ્રથમ દિવસે કેચ લેવામાં તેમની નબળાઈથી શરૂઆત થઈ, પછી પ્રથમ ઇનિંગમાં તેમની બેટિંગ ચાલુ રહી અને પછી સપ્તાહનાં અંતે સપાટ વિકેટ પર તેમની બોલિંગની નબળાઈ સામે આવી.’ તેમણે કહ્યું, ‘હું જાણવા માંગુ છું કે છેલ્લા બે વર્ષમાં આ ટીમની ફિલ્ડિંગ કેમ સુધરી નથી. તેઓ તકો ગુમાવતા રહે છે. તેઓએ પ્રથમ ઇનિંગમાં ભારતને 125 રનમાં ઓલ આઉટ કરી દેવું જોઈતું હતું.

1 152 ચોથી ટેસ્ટનું પુનરાવર્તન ન થાય તે માટે ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટ માટે ટીમમાં કર્યો મોટો ફેરફાર

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ કોહલીએ બનાવ્યો વિરાટ રેકોર્ડ, કેપ્ટનશીપની બતાવી શક્તિ

આપને જણાવી દઇએ કે, લંડનમાં ઓવલ ટેસ્ટમાં સારી સ્થિતિમાં હોવા છતાં ભારત સામે મેચ હારનાર ઈંગ્લેન્ડે માન્ચેસ્ટરમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર અને સ્પિનર ​​જેક લીચનો સમાવેશ કર્યો છે. આ સિવાય, સેમ બિલિંગ્સને ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ શુક્રવારથી શરૂ થનારી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની નિર્ણાયક મેચ પહેલા ટેસ્ટ સીરીઝમાં 1-2થી પાછળ છે.

1 153 ચોથી ટેસ્ટનું પુનરાવર્તન ન થાય તે માટે ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટ માટે ટીમમાં કર્યો મોટો ફેરફાર

ભારત સામેની 5 મી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ

જો રૂટ (c), મોઈન અલી, જેમ્સ એન્ડરસન, જોનાથન બેયરસ્ટો, રોરી બર્ન્સ, જોસ બટલર (wk), સેમ કુરન, હસીબ હમીદ, ડેન લોરેન્સ, જેક લીચ, ડેવિડ મલાન, ક્રેગ ઓવરટન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ક્રિસ વોક્સ , માર્ક વુડ.