Not Set/ જાણો,રણબીર કપૂરની ફિલ્મ ‘સંજુ’નું ટીઝર રીલીઝ થતા કરીના કપુરે શું જણાવ્યું

મુંબઈ બોલીવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘સંજુ’નું ટીઝર રિલીઝ કરવામાં થઈ ચુક્યું છે ત્યારે આ ટીઝરને ઈન્ટરનેટ પર વાયરલ થતા સંજય દત્તનો રોલ કરી રહેલા રણવીર કપૂરને તેના ફ્રેન્સ અને બોલીવુડમાંથી આ ભૂમિકા માટે ઘણા વખાણ સાંભળવા મળી રહ્યા છે. રણબીર ના સંજુ લુક વિશે તેની બહેન કરીના કપૂરને એક ઈવેન્ટમાં પૂછવામાં આવતા કરીનાએ જણાવ્યું […]

Entertainment
mnm જાણો,રણબીર કપૂરની ફિલ્મ 'સંજુ'નું ટીઝર રીલીઝ થતા કરીના કપુરે શું જણાવ્યું

મુંબઈ

બોલીવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘સંજુ’નું ટીઝર રિલીઝ કરવામાં થઈ ચુક્યું છે ત્યારે આ ટીઝરને ઈન્ટરનેટ પર વાયરલ થતા સંજય દત્તનો રોલ કરી રહેલા રણવીર કપૂરને તેના ફ્રેન્સ અને બોલીવુડમાંથી આ ભૂમિકા માટે ઘણા વખાણ સાંભળવા મળી રહ્યા છે.

Image result for kareena kapoor ranbir kapoor

રણબીર ના સંજુ લુક વિશે તેની બહેન કરીના કપૂરને એક ઈવેન્ટમાં પૂછવામાં આવતા કરીનાએ જણાવ્યું કે રણવીરને આ લુકમાં જોઈને તે પોતે જ ચોંકી ગઈ હતી.રણબીર કપૂર સિવાય બોલીવુડમાં બીજુ કોઈ એક્ટર સંજયની ભૂમિકા ના નિભાવી શકે તેમ નથી મારા માનવા પ્રમાણે આ ફિલ્મમાં સારી રીતે રોલ રણવીર જ કરી શકે તેમ છે અને આ વાત ટીઝર જોયને સાબિત પણ થઇ ગઈ છે.

આ ફિલ્મના ટીઝરને  સોશિયલ મીડિયા પર શેર કરતા રીશિકપુરે એક જ શબ્દમાં જણાવ્યું કે  Interesting. અને સાથે સાથે રણવીરની માતાએ જણાવ્યું કે આ ટીઝર શ્રેષ્ઠ છે અને એ પણ જણાવ્યું કે હવે આ ફિલ્મની રાહ નથી જોઈ શકતી.

તમને જણાવી દઈએ કે 1 મિનીટ અને 45 સેકન્ડના આ ટીઝરમાં રણવીરના  ઘણા બધા લુક્સ જોવા મળી રહ્યા છે આ ટીઝરમાં રણબીર કપૂર એક એક લુક્સમાં સંજય દત્તની કોપી જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે સાથે દિયા મિર્ઝા, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, વિક્કી કૌશલ અને પરેશ રાવલ જેવા એક્ટ્રેસ જોવા મળશે.

ફિલ્મ ‘સંજુ’માં સંજયની પત્ની માન્યતા દત્તની ભૂમિકામાં દિયા મિર્ઝા જોવા મળશે અને તેની માતા નરગિસની ભૂમિકા મનીષા કોઇરલા કરતી જોવા મળશે. આ ફિલ્મ 29 જુન 2018ના દિવસે રિલીઝ કરવામાં આવશે.