Not Set/ 18 વર્ષ પહેલા સલમાન ખાનને મળ્યો ઐશ્વર્યા રાયના ભાઈનો રોલ, શાહરૂખને કર્યો રિપ્લેસ

મુંબઈ ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘ફન્ને ખાં’ રિલીઝ થઈ ચુકી છે. ઐશ્વર્યા રાયે ફિલ્મના પ્રમોશન દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે. ઐશ્વર્યાને પ્રમોશન દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે શું વર્ષ 2000 માં રિલીઝ થયેલ ફિલ્મ ‘જોશ’ માં શાહરૂખ ખાનની બહેનની ભૂમિકા ભજવી હતી. તો શું તમને શાહરૂખ ખાનની બહેનની ભૂમિકા ભજવતા ડર નહતો લાગ્યો? જણાવીએ કે, […]

Trending Entertainment
YYH 18 વર્ષ પહેલા સલમાન ખાનને મળ્યો ઐશ્વર્યા રાયના ભાઈનો રોલ, શાહરૂખને કર્યો રિપ્લેસ

મુંબઈ

ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘ફન્ને ખાં’ રિલીઝ થઈ ચુકી છે. ઐશ્વર્યા રાયે ફિલ્મના પ્રમોશન દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે. ઐશ્વર્યાને પ્રમોશન દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે શું વર્ષ 2000 માં રિલીઝ થયેલ ફિલ્મ ‘જોશ’ માં શાહરૂખ ખાનની બહેનની ભૂમિકા ભજવી હતી. તો શું તમને શાહરૂખ ખાનની બહેનની ભૂમિકા ભજવતા ડર નહતો લાગ્યો?

જણાવીએ કે, આ સવાલના જવાબમાં આપતા ઐશ્વર્યાએ કહ્યું કે આ રોલ માટે પ્રથમવાર સલમાન ખાનને કહેવામાં આવ્યું હતું. સાથે સાથે આમીર ખાનને પણ અપ્રોચ કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણોસર એ લોકો આ રોલ ન કરી શક્ય અને આ રોલ શાહરૂખ ખાનને આપવામાં આવ્યો.

મુવી ‘જોશ’ માં ચંદ્રચુણ સિંહના પાત્ર માટે પણ આમિર ખાનને સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મના અંત સુધી સ્ટાર કાસ્ટમાં ફેરફાર થતા રહ્યા. જોકે, ઇન્ટરવ્યૂમાં, ઐશ્વર્યાએ એ વાત ન જણાવીએ સલમાન અને આમિરે ફિલ્મમાં કામ કરવાનો શા માટે ઇનકાર કર્યો હતો.

આપને જણાવીએ કે, આ ફિલ્મ 2000 ની  હિટ ફિલ્મોમાંની એક ફિલ્મ છે. ‘જોશ’ ફિલ્મ મંસૂર ખાનને લખી અને નિર્દેશિત પણ કરી હતી.

ઐશ્વર્યા રાયની ફિલ્મ, ‘ફન્ને ખાં’ 3 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી હતી. અનિલ કપૂર અને રાજકુમાર રાવ જેવા મોટા સ્ટાર હોવા છતાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તેનો જાદુ નથી ચલાવી શકી.