Not Set/ મિથુન ચક્રવર્તી લોસ એન્જેલિસની હોસ્પિટલમાં થયા એડમીટ

મુંબઇ, અભિનેતા મિથુન ચક્રવર્તીને અમેરિકાની લોસ એન્જેલિસમાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, પીઠની સમસ્યાને લીધે તેમને લોસ એન્જેલિસ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અહેવાલો અનુસાર, મિથુન ચક્રવર્તી ઘણા સમયથી પીઠનો દુખાવો અને અન્ય સમસ્યાઓથી પીડાય રહ્યા છે. જેમ જેમ સમસ્યા વધી ગઈ તો તેમના પરિવારે લોસ એન્જેલિસમાં […]

Trending Entertainment

મુંબઇ,

અભિનેતા મિથુન ચક્રવર્તીને અમેરિકાની લોસ એન્જેલિસમાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, પીઠની સમસ્યાને લીધે તેમને લોસ એન્જેલિસ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અહેવાલો અનુસાર, મિથુન ચક્રવર્તી ઘણા સમયથી પીઠનો દુખાવો અને અન્ય સમસ્યાઓથી પીડાય રહ્યા છે. જેમ જેમ સમસ્યા વધી ગઈ તો તેમના પરિવારે લોસ એન્જેલિસમાં જવાનો નિર્ણય લીધો. કેટલીક તપાસ બાદ, અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Related image

માહિતી અનુસાર મિથુન સાથે તેનો પુત્ર અને પુત્રવધુ હોસ્પિટલમાં હાજર છે અને તેની સંભાળ રાખી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મિથુનની પીઠના દુખાવા હવે ઘણી રાહત છે.

આપને જણાવી દઈએ કે વર્ષ 2009 માં રિલીઝ થયેલ ફિલ્મ ‘લકી’ માં મિથુન ચક્રવર્તીને એક એક્શન સીન કરવો પડ્યો હતો. જેમાં તેમને પીઠ પર ઇજા થઈ હતી. ત્યારથી, તેમને પીઠ સંબંધિત સમસ્યા છે.

Image result for mithun chakraborty

વર્ષ 2016 માં આ જ સમસ્યાને લીધે મિથુનને તેમના બધા જ પ્રોજેક્ટથી બ્રેક લઈને ઈલાજ કરાવ્યો હતો. હવે ફરી એકવાર સમસ્યા સામે આવી છે, તેઓ સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન, તેમણે ફરી એકવાર બધા પ્રોજેક્ટ પરથી બ્રેક લીધો છે.

mithun મિથુન ચક્રવર્તી લોસ એન્જેલિસની હોસ્પિટલમાં થયા એડમીટ