Not Set/ જાણો, સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’માં કોણ હશે વિલન

મુંબઇ, છેલ્લા ઘણા દિવસોથી સમાચાર મળી રહ્યા છે કે બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની સુપરહિટ સીરીઝ દબંગની ત્રીજી ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરુ થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર જ છે અને એપ્રિલથી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. હવે ધીરે ધીરે આ ફિલ્મની કાસ્ટ વિશે પણ માહિતી સામે આવી રહી […]

Uncategorized
gqgq 4 જાણો, સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3'માં કોણ હશે વિલન

મુંબઇ,

છેલ્લા ઘણા દિવસોથી સમાચાર મળી રહ્યા છે કે બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની સુપરહિટ સીરીઝ દબંગની ત્રીજી ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરુ થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર જ છે અને એપ્રિલથી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. હવે ધીરે ધીરે આ ફિલ્મની કાસ્ટ વિશે પણ માહિતી સામે આવી રહી છે.

તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે કન્નડ એક્ટર સુદીપ ‘દબંગ 3’ માં વિલનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ 90-100 દિવસમાં પૂર્ણ થશે. ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું છે કે  ‘ફિલ્મમાં સલમાન ખાન અને સુદીપને કાસ્ટ કરવાની યોજના ઘણા સમયથી કરવામાં આવી રહી છે.

ફિલ્મમાં સુદીપનો રોલ નેગીટીવ હશે.’ તેમણે કહ્યું કે દિગ્દર્શક પ્રભુદેવાએ ફિલ્મની સ્ટોરી પણ સુદીપને સંભળાવી દીધી છે અને સુદીપને સ્ટોરી પસંદ આવી છે. જોકે સુદીપે હજુ સુધી ફિલ્મના કોન્ટ્રાક્ટને સાઈન કર્યો નથી.

salman જાણો, સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3'માં કોણ હશે વિલન

પહેલા એવું કહેવામાં આવ્યું કે ‘દબંગ 3’ માં 2 વિલોન હશે પરંતુ હવે સૂત્રે જણાવ્યું છે કે ફિલ્મમાં માત્ર એક જ વિલન હશે. વેલ જણાવી દઈએ કે ફિલ્મોથી બહાર સુદીપ અને સલમાનનો રિલેશન સંબંધો ખૂબ મિત્રતા વાળો છે. સલમાન થોડા દિવસ પહેલા ટ્વિટર પર સુદીપની આવનારી ફિલ્મ ‘પૈલવાન’ નું ટીઝર લોન્ચ કર્યું હતું.