Not Set/ બોલીવૂડ/ આ અભિનેતાએ ટ્વીટ કરી કહ્યું,અમને દિવાળી નથી મનાવવા દેતા મુસ્લિમ પડોશી

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના સહ-સ્વામિત્વધરાવતા એક્સેલ એન્ટરટેઇનમેન્ટમાં કામ કરતા અભિનેતા વિશ્વ ભાનુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે ‘મુસ્લિમ સોસાયટી’માં રહે છે અને તેમને દિવાળીની ઉજવણી કરવાની છૂટ નથી. ભાનુ મૂળ પટનાના છે અને મુંબઇમાં રહે છે.ટ્વીટ પર ભાનુએ દાવો કર્યો હતો કે તેના મુસ્લિમ પડોશીઓએ તેમને અને તેની પત્નીને ગેઇટમાંથી રંગોળી કાઢવા […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 15 બોલીવૂડ/ આ અભિનેતાએ ટ્વીટ કરી કહ્યું,અમને દિવાળી નથી મનાવવા દેતા મુસ્લિમ પડોશી

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના સહ-સ્વામિત્વધરાવતા એક્સેલ એન્ટરટેઇનમેન્ટમાં કામ કરતા અભિનેતા વિશ્વ ભાનુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે ‘મુસ્લિમ સોસાયટી’માં રહે છે અને તેમને દિવાળીની ઉજવણી કરવાની છૂટ નથી. ભાનુ મૂળ પટનાના છે અને મુંબઇમાં રહે છે.ટ્વીટ પર ભાનુએ દાવો કર્યો હતો કે તેના મુસ્લિમ પડોશીઓએ તેમને અને તેની પત્નીને ગેઇટમાંથી રંગોળી કાઢવા અને દીવા ઓલવા કહ્યું હતું.

વિશ્વ ભાનુએ શનિવારે લખ્યું, ‘હું મુંબઈના મલાડ માલવાનીમાં એક મુસ્લિમ સમાજમાં રહું છું અને ગયા વર્ષની જેમ આ વખતે પણ અમારા પાડોશીઓએ અમારી સાથે લાઇટિંગ અને રંગોળી બનાવવા અંગે દલીલ કરી હતી. તેઓ અમને ઘરના દરવાજાની બહાર રંગોળી બનાવવામાં અને રોશની કરતા રોકી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું, ‘તે લોકોએ લાઈટ તોડી હતી અને અમને બળપૂર્વક લાઈટ કાઢવા કહ્યું.’

વિશ્વ ભાનુ ટ્વીટ પોસ્ટને અત્યાર સુધીમાં 792 થી વધુ વખત શેર કરવામાં આવી છે અને 400 થી વધુ ટિપ્પણીઓ મળી છે. ભાનુએ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સ્પેશિયલ 26’, ‘મરદાની’, અને ‘રઘુ રેમો’ માં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન