Not Set/ જલ્દી સારી થઇને ઘરે જવા માંગું છું: એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે

મુંબઈ અભિનેત્રી સોનાલી બેન્દ્રેની કેન્સર સામેની લડાઈ હજી યથાવત છે. આ ખતરનાક બિમારીના ભયાનક સ્ટેજ પર હોવા છતા તે હંમેશા સોશિયલ મીડિયા મારફતે પોઝિટિવ મેસેજ શેર કરતી રહે છે. એટલે સુધી કે તે ફોટો અને વીડિયોમાં પણ હંમેશા હસતા જોવા મળે છે. જોકે, તેણે હાલમાં કરેલ પોસ્ટમાં પોતાનુ દર્દ જાહેર કર્યુ છે. સોનાલી બેન્દ્રેએ પોતાની […]

Trending Entertainment
y76 જલ્દી સારી થઇને ઘરે જવા માંગું છું: એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે

મુંબઈ

અભિનેત્રી સોનાલી બેન્દ્રેની કેન્સર સામેની લડાઈ હજી યથાવત છે. આ ખતરનાક બિમારીના ભયાનક સ્ટેજ પર હોવા છતા તે હંમેશા સોશિયલ મીડિયા મારફતે પોઝિટિવ મેસેજ શેર કરતી રહે છે. એટલે સુધી કે તે ફોટો અને વીડિયોમાં પણ હંમેશા હસતા જોવા મળે છે. જોકે, તેણે હાલમાં કરેલ પોસ્ટમાં પોતાનુ દર્દ જાહેર કર્યુ છે.

સોનાલી બેન્દ્રેએ પોતાની પોસ્ટમાં લખ્યુ કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં મારા જીવનમાં કેટલાક સારા દિવસો આવ્યા તો કેટલાક ખરાબ. કેટલાક એવા દિવસો રહ્યા જ્યારે હું એટલી બધી થાકી જતી હતી અને એટલો દુઃખાવો થતો હતો કે એક આંગળી પણ ઉંચકવી મારા માટે  મુશ્કેલ થઈ પડતુ. મને લાગે છે કે આ એક સાઈકલ છે જેમાં દુઃખાવો શરીરથી શરુ થઈ મગજ અને પછી લાગણીઓ સુધી પહોંચે છે. કીમો અને સર્જરી બાદ હસવુ પણ મુશ્કેલ થઈ ગયુ હતું.

Instagram will load in the frontend.

હું આ લાંબી અને થકાડી દેનાર જીંદગી સામે લડતી રહી કારણકે મને ખબર હતી કે આ લડાઈ લડવા લાયક  છે. એ જાણવુ જરુરી છે કે આપણા જીવનમાં કેટલાક ખરાબ દિવસોમાંથી પસાર થવાની આપણને પરવાનગી છે. મહત્વનુ છે કે અભિનેત્રી સોનાલી બેન્દ્રએ પોતાની પોસ્ટમાં પોતાન ઘરે પરત ફરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી.