Not Set/ એંગ્રીયંગમેન દાયકાઓ બાદ એક્શનમાં,75 વર્ષના અમિતાભે કર્યા એક્શન સીન

મુંબઇ અમિતાભ બચ્ચન તેમની એક્શન ફિલ્મ્સ માટે જાણીતા છે. 70 અને 80 દાયકામાં તેમણે ઘણી એક્શન ફિલ્મો કરી હતી.એક્શન ફિલ્મોમાં દુબલા-પાતળા અમિતાભે ખૂબ જ ચપળતાથી એક્શન કરતાં હતાં જે આજના એટ પેક્સ એબ્સ બનાવનાર એક્ટર પણ કરી શકતા નથી. એક્શન સીનના દરમિયાન અમિતાભની આંખોમાંથી જાણે ચિંગારી બહાર આવી જતી હતી અને ગુસ્સાનું તાપમાન થિયેટરમાં બેઠેલા દર્શકો […]

Entertainment
u એંગ્રીયંગમેન દાયકાઓ બાદ એક્શનમાં,75 વર્ષના અમિતાભે કર્યા એક્શન સીન

મુંબઇ

અમિતાભ બચ્ચન તેમની એક્શન ફિલ્મ્સ માટે જાણીતા છે. 70 અને 80 દાયકામાં તેમણે ઘણી એક્શન ફિલ્મો કરી હતી.એક્શન ફિલ્મોમાં દુબલા-પાતળા અમિતાભે ખૂબ જ ચપળતાથી એક્શન કરતાં હતાં જે આજના એટ પેક્સ એબ્સ બનાવનાર એક્ટર પણ કરી શકતા નથી.

deewar amitabh के लिए इमेज परिणाम

એક્શન સીનના દરમિયાન અમિતાભની આંખોમાંથી જાણે ચિંગારી બહાર આવી જતી હતી અને ગુસ્સાનું તાપમાન થિયેટરમાં બેઠેલા દર્શકો મહેસુસ કરતા હોય તેવું જણાતું હતું. આ કારણે અમિતાભની એક્શન મૂવીઝ બોક્સ ઓફિસ પર હિટ રહેતી હતી.

fight scene amitabh के लिए इमेज परिणाम

જો કે હવે 75 વર્ષની વયે પહોંચેલાં અમિતાભે ઘણાં સમયથી મારધાડવાળી એક્શન ફિલ્મો કરવાની બંધ કરી છે.પરંતું હવે અમિતાભે ફરી ફિલ્મોમાં એક્શન શરૂ કરી હોવાના સમાચાર છે.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મમાં અમિતાભ અને આમિર ખાન વચ્ચે એક ફાઈટ સીન હશે. આમિર ખાન પોતે આ સીન કરશે, જ્યારે અમિતાભનું આ કામ બોડી ડબલ કરવાના હતા. જ્યારે અમિતાભને આ વિશે ખબર પડી ત્યારે તેમણે આગ્રહ કર્યો હતો કે પોતે તે સીન કરશે.

शोले fight scene amitabh के लिए इमेज परिणाम

જો કે અમિતાભે એક્શન સીન જાતે કરવાની હા પાડતાં ડિરેક્ટરને આશ્ચર્ય થયું હતું કે 75 વર્ષીય અભિનેતા પોતાની જાતે સ્ટન્ટ્સ કરવાનું કહી રહ્યાં છે. તેમણે બીગ બીને સમજાવવાનો પ્રયાસ કર્યો  પરંતુ તે નિરર્થક સાબિત થયા.

બિગ બી આ સીનને વાસ્તવિક દેખાવ આપવા માંગે છે, તેથી તે પોતે આ ફાઈટ સિક્વેંસને કરશે. આ સિક્વેંસન ફિલ્મમાં ખુબ જ આકર્ષણ હશે.

thugs of hindustan amitabh bachchan के लिए इमेज परिणाम

આ મોટી બજેટ મૂવી 3D અને આઇમેક્સમાં રજૂ થશે. તે હિન્દીમાં તેમજ તામિલ અને તેલુગુમાં ડબ કરવામાં આવશે. તે 2018 ની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે.