Not Set/ એશિયન ગેમ્સ : ક્લોસિંગ સેરેમનીમાં ભારતીય દળ તરફથી રાની રામપાલ લહેરાવ્યો તિરંગો

જકાર્તા, ૧૮મી એશિયન ગેમ્સ સમાપ્ત થયા બાદ હવે રવિવારે આ ગેમ્સની ક્લોસિંગ સેરેમની યોજાવાની છે, ત્યારે હવે ભારતીય દળના ધ્વજવાહક તરીકે મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલની પસંદગી કરવામાં આવી છે. રાની રામપાલના નેતૃત્વમાં સમગ્ર ભારતીય ટીમના ખેલાડીઓ આ સેરેમનીમાં હાજર રહ્યા હતા. ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ નરિન્દર બત્રાએ જણાવ્યું હતું કે, “રવિવારેના સમાપન કાર્યક્રમ […]

Sports
46432 uzkmsgqyfx 1480424598 એશિયન ગેમ્સ : ક્લોસિંગ સેરેમનીમાં ભારતીય દળ તરફથી રાની રામપાલ લહેરાવ્યો તિરંગો

જકાર્તા,

૧૮મી એશિયન ગેમ્સ સમાપ્ત થયા બાદ હવે રવિવારે આ ગેમ્સની ક્લોસિંગ સેરેમની યોજાવાની છે, ત્યારે હવે ભારતીય દળના ધ્વજવાહક તરીકે મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલની પસંદગી કરવામાં આવી છે. રાની રામપાલના નેતૃત્વમાં સમગ્ર ભારતીય ટીમના ખેલાડીઓ આ સેરેમનીમાં હાજર રહ્યા હતા.

ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ નરિન્દર બત્રાએ જણાવ્યું હતું કે, “રવિવારેના સમાપન કાર્યક્રમ માટે રાનીને ભારતીય દળના ધ્વજવાહક તરીકેની પસંદગી કરવામાં આવી છે”.

iwht4 1429091572 એશિયન ગેમ્સ : ક્લોસિંગ સેરેમનીમાં ભારતીય દળ તરફથી રાની રામપાલ લહેરાવ્યો તિરંગો
sports-asian-games-rani-rampal-closing-ceremony-india-flag-bearer

એશિયન ગેમ્સનો સમાપન સમારોહ રવિવારે ભારતીત સમય અનુસાર ૪.૩૦ વાગ્યે શરુ થવાનો છે.

મહિલા હોકી ટીમની ૨૩ વર્ષીય ખેલાડી રાનીના નેતૃત્વમાં ભારતીય ટીમે ૨૦ વર્ષ બાદ સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી છે.

chopra india jakarta એશિયન ગેમ્સ : ક્લોસિંગ સેરેમનીમાં ભારતીય દળ તરફથી રાની રામપાલ લહેરાવ્યો તિરંગો
sports-asian-games-rani-rampal-closing-ceremony-india-flag-bearer

આ પહેલા એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ ધ્વજવાહક તરીકે જવાબદારી નિભાવી હતી. નીરજ ચોપરાએ આ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

૧૫ ગોલ્ડ સહિત જીત્યા કુલ ૬૯ મેડલ

india asian games 7591 એશિયન ગેમ્સ : ક્લોસિંગ સેરેમનીમાં ભારતીય દળ તરફથી રાની રામપાલ લહેરાવ્યો તિરંગો
sports-asian-games-2018-best-performance-indian-players-medal-wins-15-gold-69-medal-history

મહત્વનું છે કે, ઇન્ડોનેશિયામાં રમાયેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા કુલ ૬૯ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. આ સાથે જ એશિયન ગેમ્સના ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે સૌથી વધુ મેડલ મેળવવાની પણ એક સિદ્ધિ હાંસલ કરી છે.

ભારતીય ખેલાડીઓએ પોતાનું દમદાર પ્રદર્શન બતાવતા ૧૫ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૬૯ મેડલ જીત્યા છે. આ પહેલા ગેમ્સના પ્રથમ સંસ્કરણમાં ભારતે ૧૫ ગોલ્ડ, ૧૫ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૫૧ મેડલ જીત્યા હતા