Not Set/ ‘હેરા ફેરી’ની સ્ટોરી પર ચાલી રહ્યું છે કામ, ચાહકોને જલ્દી જ જોવા મળશે ‘હેરા ફેરી 3’

મુંબઇ, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સ્ટારર ‘હેરા ફેરી’ ના ચાહકો માટે સારા સમાચાર છે ઘણા વિલંબ પછી પણ ફિલ્મનો ત્રીજો ભાગ આ વર્ષના અંત સુધી ફ્લોર પર જવા માટે તૈયાર છે. આપને જણાવી દઈએ કે આ અગાઉ એક વેબસાઈટે મે 2018 માં જણાવ્યું હતું કે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા ફરીથી ‘હેરા ફેરી’ ફ્રેન્ચાઇઝ […]

Uncategorized
Hera Pheri 3 'હેરા ફેરી'ની સ્ટોરી પર ચાલી રહ્યું છે કામ, ચાહકોને જલ્દી જ જોવા મળશે 'હેરા ફેરી 3'

મુંબઇ,

અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સ્ટારર ‘હેરા ફેરી’ ના ચાહકો માટે સારા સમાચાર છે ઘણા વિલંબ પછી પણ ફિલ્મનો ત્રીજો ભાગ આ વર્ષના અંત સુધી ફ્લોર પર જવા માટે તૈયાર છે.

આપને જણાવી દઈએ કે આ અગાઉ એક વેબસાઈટે મે 2018 માં જણાવ્યું હતું કે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા ફરીથી ‘હેરા ફેરી’ ફ્રેન્ચાઇઝ પર કામ કરવા જઈ રહ્યા છે અને તે ઇચ્છે છે કે ત્રીજા ભાગમાં પણ ઓરિજિનલ કાસ્ટ હોય અને તેનું નિર્દેશન ડાયરેક્ટ ઇન્દ્ર કુમાર કરશે.

આ ન્યુઝ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે,”હાલ તો ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. ઇન્દર કુમાર તેમના રાઈટર્સની ટીમ સાથે સ્ટોરી પર ગયા વર્ષથી કામ કરી રહ્યા છે અને ફર્સ્ટ હોફને લૉક કરી ચુક્યા છે. બીજા હોફમાં બીજું થોડું કામ બાકી છે. ફિલ્મ ‘ટોટલ ધમાલ’ની રિલીઝ પછી તેઓ આ ફિલ્મ પર કામ શરૂ કરશે.

સુત્રએ આગળ જણાવ્યું કે પહેલા પ્લાન હતો કે ફિલ્મ ગ્યવ વર્ષે ડીસેમ્બરમાં જ ફ્લોર પર લઇ જઈએ પરંતુ સ્ટોરીમાં ઈશ્યુના કારણે મોડું થઇ ગયું કેમકે ‘હેરા ફેરી’ એક આઇકોનિક ફ્રેન્ચાઇઝછે, એટલા માટે ટીમ વધારે ઉતાવળ કરી રહી નથી. બધા આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત છે અને કોઈ પણ સ્ક્રિપ્ટ સાથે સમાધાન કરવા માંગતા નથી.

અહેવાલો અનુસાર, ફિરોઝના સાથેના અણબનાવને લીધે અક્ષય આ પ્રોજેક્ટથી અલગ થઇ ગયા હતા, પરંતુ તાજેતરમાં બંનેનું પેચઅપ થયું અને તેઓએ ફરીથી આ પ્રોજેક્ટ પર કામ કરવાનો નિર્ણય લીધો. અક્ષયની પરત ફર્યા પછી, એવી ચર્ચા થઈ હતી કે ફિલ્મ બંધ થઈ રહી છે કારણ કે પ્રોડ્યુસરને નાણાકીય સમસ્યાઓ છે પરંતુ હવે એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ટ્રેક પર આવી ગઈ છે અને હવે બધું સારું છે.