Not Set/ એક મુસ્લિમ તર્રીકે આમીર ખાન મહાભારતમાં રોલ કરે તે કેટલું યોગ્ય ? જુઓ કોણે ઉઠાવ્યો આ સવાલ

મુંબઈ બોલીવુડના સુપરસ્ટાર ‘આમીર ખાન’ ‘મહાકાવ્ય’ ‘મહાભારત’ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે આમીર મોટા સ્કેલ પર આ ફિલ્મ બનાવવા માંગે છે. મળતી માહિતી મુજબ મેગા બજેટ પ્રોજેક્ટમાં ‘મુકેશ અંબાણી’ પૈસા લગાવવાના છે અને આ ફિલ્મ ભારતની સૌથી મોંધી ફિલ્મ માનવામાં આવી રહી છે. તેનો આકડો આશરે 2 હજાર  કરોડ માનવામાં આવી રહ્યો છે. આ […]

Entertainment
aamir khan 1280 એક મુસ્લિમ તર્રીકે આમીર ખાન મહાભારતમાં રોલ કરે તે કેટલું યોગ્ય ? જુઓ કોણે ઉઠાવ્યો આ સવાલ

મુંબઈ

બોલીવુડના સુપરસ્ટાર ‘આમીર ખાન’ ‘મહાકાવ્ય’ ‘મહાભારત’ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે આમીર મોટા સ્કેલ પર આ ફિલ્મ બનાવવા માંગે છે.

મળતી માહિતી મુજબ મેગા બજેટ પ્રોજેક્ટમાં ‘મુકેશ અંબાણી’ પૈસા લગાવવાના છે અને આ ફિલ્મ ભારતની સૌથી મોંધી ફિલ્મ માનવામાં આવી રહી છે. તેનો આકડો આશરે 2 હજાર  કરોડ માનવામાં આવી રહ્યો છે.

આ ફિલ્મમાં આમીરની ભૂમિકાને લઈને વિવાદ ઉભો થઇ રહ્યો છે. એક ફ્રેન્ચ પત્રકાર Francois Gautier ટ્વીટ કરીને સવાલ કર્યો છે કે “શું સૌથી  જુના હિન્દુ મહાકાવ્યમાં મુસ્લિમ આમીર ખાને રોલ કરવો જોઈએ? શું નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર કોંગ્રેસ જેવી થવા માંગે છે. માત્ર ધર્મ નિરપેક્ષતાના નામ પર? શું મુસ્લિમ મોહમ્મદનો રોલ નિભાવવાની મંજુરી કોઈ હિન્દુને આપે છે?”

ફ્રેન્ચ કોલમિસ્ટ અને રાઇટરેનું  ટ્વીટ વાંચીને ગાયક કલાકાર ‘જાવેદ અખ્તરે‘ રિટ્વીટ કરતા લખ્યું કે શું આપણે આને મહાન એપીકના ફ્રેન્ચના પીટર બ્રુક્સ પ્રોડક્શનને નથી જોયું. હું ઈચ્છું છું કોઈ વિદેશી એજન્સીએ તમને લોભ અને જેરીલા વિચારોને અમારા દેશમાં ફેલાવવા માટે પૈસા આપ્યા છે.

જાવેદ વધુમાં જણાવ્યું હતું કે તમારો ભાવ અજીબ અને કમનસીબ છે દેખીતી રીતે તમે અમારી ભારતીય પરંપરાઓ અને સાસ્કૃતિકના વિશે કઈ જ નથી જાણતા. શું તમે જાણો છો કે રાસ ખાન બુલેર શાહ વારિસ શાહ, બાબા ફરીદ નજીર અખબરબાદ,નીજીર બનારસી બિસ્મિલ્લાહ ખાન. તમે સાંપ્રદાયિકતાના કુએમાં એક બદબુદાર દેડકો  છે.

Francois Gautier કોલમિસ્ટ અને રાઇટર છે. માહિતી પ્રમાણે તેઓ ફ્રેન્ચ ભાષાના ન્યુઝપેપર માટે સાઉથ એશિયન પત્રકાર તરીકે કામ કરે છે અને તેમના આ ટ્વીટ એક નવી જંગ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ આમીર ખાન ડ્રીમ પ્રોવોક્ટ મહાભારતમાં રુચિ બતાવી છે જોકે મુકેશ અંબાણી અને આમીર ખાનનું કોઈ ઑફિશિયલ નિવેદન સામે નથી આવ્યું આમીરની ઈચ્છા છે કે મહાભારત ભારતમાં સૌથી સારી ફિલ્મોમાં ગણવામાં આવે