Not Set/ જાણો ,અમિતાબ-રિશીની ફિલ્મ ”102 નોટ આઉટ” ની રસપ્રદ વાતો, 27 વર્ષ બાદ જોવા મળ્યા સાથે

મુંબઈ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન અને રિશી કપૂર ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે અને આજે તેમની ફિલ્મ 102 નોટ આઉટ રીલીઝ કરવામાં આવી છે. 27 વર્ષ બાદ આ બંને એક્ટર સાથે જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં રિશી કપૂર અમિતાભ બચ્ચનના પુત્રની ભૂમિકા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે પિતા દત્તારાય વખારિયા (અમિતાભ) ને […]

Entertainment
pop જાણો ,અમિતાબ-રિશીની ફિલ્મ ”102 નોટ આઉટ” ની રસપ્રદ વાતો, 27 વર્ષ બાદ જોવા મળ્યા સાથે

મુંબઈ

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન અને રિશી કપૂર ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે અને આજે તેમની ફિલ્મ 102 નોટ આઉટ રીલીઝ કરવામાં આવી છે. 27 વર્ષ બાદ આ બંને એક્ટર સાથે જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં રિશી કપૂર અમિતાભ બચ્ચનના પુત્રની ભૂમિકા કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે પિતા દત્તારાય વખારિયા (અમિતાભ) ને તેનો પુત્ર બાબુ લાલ (રિશી કપૂર) કે જે નીસર જીવન વિતાવી રહ્યા છે, તે જરા પણ પસંદ નથી અને દત્તારાય તેના જીવનને પટરી પર લાવવા માંગે છે. દત્તારાય 102 વર્ષના છે છતાં પણ જીવનને ભરપુર રીતે જીવી રહ્યા છે. તેમના માટે ઉમર માત્ર આકડા છે. આ ફિલ્મની આજ ફિલોસફી છે.

ફિલ્મની ખામીયો વિશે વાત કરીએ તો

ફિલ્મ 102 નોટ આઉટમાં મધ્યાંતરની પહેલા ધીમી ગતિથી આગળ વધે છે. જેના કારણે તમને આ ફિલ્મ બેચેની વાળી લાગશે. બીજી વાત એ કે ફિલ્મમાં થોડી પ્રિડિકટેબલ છે. આ ફિલ્મને નિર્દેશક ઉમેશ શુક્લાએ ગુજરાની નાટક 102 નોટ આઉટ પરથી ફિલ્મનાં ઢબમાં બદલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ફિલ્મના ટ્રીટમેન્ટમાં નાટકની જલક જોવા મળે છે, કે જે ફિલ્મના માટે અસરકારક સાબિત થઇ છે.

ફિલ્મની લાક્ષણિકતાઓ વિશે જાણીએ તો

આ ફિલ્મની સારી વાતએ છે કે એ  આ ફિલ્મનો વિષય જે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધ લોકો, પરંતુ યુવાન લોકો, તે ક્યાંક પોતાને સંબંધિત માને છે કારણ કે ત્યાં દરેક ઘરમાં વૃદ્ધ લોકો જોવા મળશે. ઉપરાંત, આ ફિલ્મ પણ આજની જનરેશનને એક  શીખવા આપે છે.