Not Set/ અમિતાભે એવી ટ્વીટ કરી કે હજારો ચાહકો ગુસ્સે થઇને ખરીખોટી સંભળાવી દીધી

મુંબઇ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ યંગ બોલિવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.આમ તો આ મહાનાયકની ટ્વીટ પર લોકો વાહવાહી કરતાં હોય છે પરંતું તાજેતરમાં અમિતાભે કરેલી ટ્વીટ પર લોકો તેમના પર ગુસ્સે થયા હતા. માંડીને વાત કરીએ તો કેઆરકે તરીકે જાણીતા એક્ટર ફિલ્મમેકર કમાલ ખાન સોશિયલ મીડીયામાં તેમની બેફામ […]

Uncategorized

મુંબઇ

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ યંગ બોલિવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.આમ તો આ મહાનાયકની ટ્વીટ પર લોકો વાહવાહી કરતાં હોય છે પરંતું તાજેતરમાં અમિતાભે કરેલી ટ્વીટ પર લોકો તેમના પર ગુસ્સે થયા હતા.

માંડીને વાત કરીએ તો કેઆરકે તરીકે જાણીતા એક્ટર ફિલ્મમેકર કમાલ ખાન સોશિયલ મીડીયામાં તેમની બેફામ ટ્વીટ માટે જાણીતા છે.હંમેશા ફિલ્મ સેલિબ્રીટીઓ સાથે પંગો લેનાર કમાલ ખાન છેલ્લાં થોડા સમયથી સોશિયલ મીડીયાથી ગાયબ થઇ ગયા હતા.જો કે લાંબા ઇન્ટરવલ બાદ કેઆરકે સોશિયલ મીડીયામાં પાછા ફર્યા છે.

કેઆરકે લાંબા સમય પછી ટ્વીટર પર આવ્યા છે ત્યારે અમિતાભ બચ્ચનને તેમનું સ્વાગત કરતા લખ્યું કે કોઈ પણ દબાણ વગર સીધી વાત કરનાર કમાલ રાશિદ ખાન પરત આવી ચુક્યા છે. સીટ બેલ્ટ બાંધી લો.

બીગ બીના આ ટ્વિટ પછી તેમને પ્રશંસકોએ તેમને ઘેરી લીધા અને તેમને  ખરી-ખોટી સંભાળાવી. લોકોએ બચ્ચનના ટ્વિટ કરીને પૂછ્યું કે શા માટે તમે કેઆરકે જેવા બહુરૂપી લોકો માટે ટ્વિટ કરી રહ્યા છો? કેટલાક લોકોએ કહ્યું કે હવે બચ્ચનનું સ્તર ઘટી ગયું છે.

કેટલાક ચાહકોએ બચ્ચનને નમ્રતાપૂર્વક લખ્યું, ‘ કૃપા કરીને તમારૂ ગૌરવ જાળવી રાખો.એક યુઝરે લખ્યું હતું, ‘ભારતીય સિનેમાના લેજન્ડ ગણતી વ્યક્તિ દ્રારા આ આવા અવિશ્વાસુ માણસનું સ્વાગત કરવું એ શોભે છે.શું આ ટ્વીટ બિકાઉ તો નથીને ?

https://twitter.com/Angoor_aadmi/status/1036683337736302592

500થી વધુ લોકોએ અમિતાભ બચ્ચનને કેઆરકેથી દુર રહેવાનો મેસેજ આપ્યો હતો અને આવા લોકોના સ્વાગતથી દુર રહેવાનું કહ્યું હતું.

લોકોએ લખ્યું હતું કે શું તમે કોઈ વ્યક્તિથી ડરો છો? આ પ્રકારની તમારી ટ્વીટથી અમને ખૂબ ખરાબ લાગ્યું છે.તમે ઈશ્વરમાં વિશ્વાસ કરો છો અને આવા લોકોનું સ્વાગત કરો છો.

જોવાની વાત એ હતી કે સીનીયર બચ્ચન પછી  થોડા સમય બાદ અભિષેક બચ્ચનએ કમાલ આર ખાનને સોશિયલ મીડિયામાં આવકાર્યા હતા. લોકોએ કહ્યું, ‘બચ્ચન પરિવારએ વેચાઇ ગયું છે.’ અભિષેકના ટ્વીટ પછી, લોકોએ લખ્યું, “હવે પુત્રી આરાધ્યા બચ્ચનને  પણ સ્વાગત ટ્વીટ કરાવી દો.

અભિષેક બચ્ચન હાલમાં અનુરાગ કશ્યપની ‘મનમર્જિયાં’ના પ્રમોશનમાં છે, જે તેની રજૂઆત માટે તૈયાર છે, જ્યારે અમિતાભ બચ્ચન રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કરન જોહરના પ્રોડક્શનમાં બની રહેલ ફિલ્મ  ‘બ્રહ્માસ્ત્ર’ ની શૂટિંગ કરી રહ્યા છે.

https://twitter.com/chaitanyaanandd/status/1036658282788790273