Not Set/ હિટ ફિલ્મો આપનાર આયુષ્માનને કરણ જોહરે રિજેક્ટ કર્યો હતો, હવે થયો ખુલાસો

મુંબઇ, આયુષ્માન ખુરાના બોલિવૂડમાં ઓફબીટ ફિલ્મોમાંથી નામ કમાવનારા હિટ એક્ટર બની ગયા છે.આયુષ્માન ખુરાનાએ વર્ષ 2018 માં ‘બંધાઈ હો’ અને ‘અંધાધુંન’ જેવી ખુબ જ સારી ફિલ્મો આપી છે. આ સાથે, આયુષ્માન ખુરાના કરણ જોહરના ફેમસ શો ‘કોફી વિથ કરણ’ સિઝન 6માં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ ચેટ શોમાં આયુષ્માન અભિનેતાઓ વિકી કૌશલના સાથે એન્ટ્રી […]

Uncategorized
wo હિટ ફિલ્મો આપનાર આયુષ્માનને કરણ જોહરે રિજેક્ટ કર્યો હતો, હવે થયો ખુલાસો

મુંબઇ,

આયુષ્માન ખુરાના બોલિવૂડમાં ઓફબીટ ફિલ્મોમાંથી નામ કમાવનારા હિટ એક્ટર બની ગયા છે.આયુષ્માન ખુરાનાએ વર્ષ 2018 માં ‘બંધાઈ હો’ અને ‘અંધાધુંન’ જેવી ખુબ જ સારી ફિલ્મો આપી છે. આ સાથે, આયુષ્માન ખુરાના કરણ જોહરના ફેમસ શો ‘કોફી વિથ કરણ’ સિઝન 6માં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ ચેટ શોમાં આયુષ્માન અભિનેતાઓ વિકી કૌશલના સાથે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

શોમાં તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરતા આયુષ્માને કહ્યું કે કરિયરની શરૂઆતમાં કરણ જોહર તેમને ઇગ્નોર કર્યા હતા. આયુષ્માને જણાવ્યું હતું કે હું એક એવોર્ડ શોનો હોસ્ટ હતો. મને ત્યાં કરણ જોહર મળ્યો અને મેં તેમને પૂછ્યું કે શું હું તમારો નંબર લઇ શકું. હું એક એક્ટર બનવા માગું છું. ત્યા કરણે મને એક લેન્ડ લાઇન નંબર આપ્યો. મેં તે નંબર પર ફોન કર્યા અને કરણ જોહર સાથે વાત કરવા માટે કહ્યું. લાઇનની બીજી બાજુએ રહેલ વ્યક્તિએ કહ્યું કે અમે નવા આવનારાઓને ઓડિશન લેતા નથી.

Instagram will load in the frontend.

કરણ જોહરે કહ્યું, “આયુષ્માનની વાતથી ઇત્તેફાક રાખતા કહ્યું કે મેં તમને મારો રિયલ નંબર આપ્યો.” તે એક સારી વાત છે. મેં જ્ર્ય્ર એ વિચાર્યું હશે કે તમારી અંદર સારી પ્રતિભા છે. આ સાંભળીને આયુષ્માન હસવા લાગ્યા.

આપને જણાવી દઈએ કે આ શોમાં આયુષ્માન ખુરાના સાથે એક્ટર વિકી કૌશલ પણ આવાના છે. બ્રોમાંસ એપિસોડને આજે એટલે કે 16 ડિસેમ્બરેનના રોજ રાતે 9 વાગ્યે સ્ટાર વર્લ્ડ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.