Not Set/ લોકસભા ચૂંટણી બાદ આ દિવસે રિલીઝ થશે પીએમ મોદીની બાયોપિક ફિલ્મ ‘PM Narendra Modi’

મુંબઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ ચૂંટણી રિઝલ્ટ બાદ બીજા જ દિવસે 24 મે ના રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર સંદિપ સિંહે ટ્વીટ કરીને નવી રિલીઝ ડેટ જાહેર કરી. અગાઉ આ ફિલ્મ ચૂંટણીની સાથે જ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ, ચૂંટણી પંચે વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ને કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન […]

Top Stories Entertainment
maya 7 લોકસભા ચૂંટણી બાદ આ દિવસે રિલીઝ થશે પીએમ મોદીની બાયોપિક ફિલ્મ 'PM Narendra Modi'

મુંબઈ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ ચૂંટણી રિઝલ્ટ બાદ બીજા જ દિવસે 24 મે ના રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર સંદિપ સિંહે ટ્વીટ કરીને નવી રિલીઝ ડેટ જાહેર કરી. અગાઉ આ ફિલ્મ ચૂંટણીની સાથે જ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ, ચૂંટણી પંચે વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ને કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન ગણાવી રિલીઝને લોકસભાની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી અટકાવી દીધી હતી.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને આપેલાં રિપોર્ટમાં જણાવ્યું હતું, આ ફિલ્મને ચૂંટણી સુધી રોકવાનો નિર્ણય યોગ્ય છે. કોર્ટના આદેશથી જે ઓફિસર્સે આ ફિલ્મ જોઈ હતી, એમનું માનવું છે કે જો હાલની ચૂંટણી દરમિયાન આ ફિલ્મ રિલીઝ કરાઈ તો એક ખાસ પોલિટિકલ પાર્ટીને ચૂંટણીમાં ફાયદો મળશે. એટલે ચૂંટણી પંચ બાયોપિકને 19 મેના મતદાનના અંતિમ ચરણ બાદ રિલીઝ કરવાની મંજૂરી આપતાં નિર્ણયને યોગ્ય માને છે.

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મને ‘મેરી કોમ’ ફેમ ડિરેક્ટર ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સ સંદિપ સિંહ, સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને આચાર્ય મનિષ છે. ફિલ્મમાં વિવેક ઓબેરોયની સાથે મનોજ જોશી, ઝરીના વહાબ, રાજેન્દ્ર ગુપ્તા, બમન ઇરાની પણ સામેલ છે.