Not Set/ જેકલીને પોતાના મેકઅપ આર્ટીસ્ટને આપી આવી શાનદાર ગીફ્ટ

 મુંબઈ, બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ જાણે છે કે પોતાની સાથે કામ કરનારાને કેવી રીતે ખુશ રાખવા જાઈએ. તે પોતાની સાથે કામ કરનારાઓને પોતાના પરિવારની જેમ જ માને છે. હાલમાં જ તેણે પોતાના મેકઅપ આર્ટિસ્ટ શાનના જન્મદિવસ નિમિત્તે તેને મોંઘી કાર ભેટમાં આપી. જેકલિન શાનની સાથે કેટલાક વર્ષોથી કામ કરી રહી છે. તેણે શાનના જન્મદિવસ નિમિત્તે […]

Entertainment
jacqueline fernandez shaan make up જેકલીને પોતાના મેકઅપ આર્ટીસ્ટને આપી આવી શાનદાર ગીફ્ટ
 મુંબઈ,
બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ જાણે છે કે પોતાની સાથે કામ કરનારાને કેવી રીતે ખુશ રાખવા જાઈએ. તે પોતાની સાથે કામ કરનારાઓને પોતાના પરિવારની જેમ જ માને છે. હાલમાં જ તેણે પોતાના મેકઅપ આર્ટિસ્ટ શાનના જન્મદિવસ નિમિત્તે તેને મોંઘી કાર ભેટમાં આપી. જેકલિન શાનની સાથે કેટલાક વર્ષોથી કામ કરી રહી છે.
તેણે શાનના જન્મદિવસ નિમિત્તે આ સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યુ. શાને પોતાને મળેલ ગિફ્ટ અંગે જેકલીનનો આભાર વ્યક્ત કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જેકલીન શાનને ખૂબ જ માને છે અને તેની સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે.
શાને પોતાના જન્મદિન નિમિત્તે જેકલીન તરફથી મળેલ ગિફ્ટનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ કે, કંઈક આ રીતે મારા જન્મદિવસની શરુઆત થઈ, જેકલિને ખરેખર મને સરપ્રાઈઝ કરી દીધો. મહત્વનુ છે કે, જેકલીન ફર્નાન્ડીઝ હાલ સલમાન ખાન સાથેની ફિલ્મ રેસ-૩ને લઈ વ્યસ્ત છે.