Not Set/ બોલીવૂડ/ સૈફ અલી ખાનની ફિલ્મ ‘જવાની જાનેમન’નું ટીઝર થયું રીલીઝ

સૈફ અલી ખાન, તબ્બુ અને આલિયા ફર્નિચરવાળાની બોલિવૂડ ફિલ્મ ‘જવાની જાનેમન’ નું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. આ ફિલ્મ 31 જાન્યુઆરી 2020 ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન નીતિન કક્કરે કર્યું છે. અભિનેત્રી પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાળાની પહેલી ફિલ્મ હશે. ટીઝર વિશે વાત કરતાં સૈફ અલી ખાન પોતાને સિંહ ગણાવી રહ્યો છે અને […]

Uncategorized
maya a 10 બોલીવૂડ/ સૈફ અલી ખાનની ફિલ્મ 'જવાની જાનેમન'નું ટીઝર થયું રીલીઝ

સૈફ અલી ખાન, તબ્બુ અને આલિયા ફર્નિચરવાળાની બોલિવૂડ ફિલ્મ ‘જવાની જાનેમન’ નું ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. આ ફિલ્મ 31 જાન્યુઆરી 2020 ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન નીતિન કક્કરે કર્યું છે. અભિનેત્રી પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાળાની પહેલી ફિલ્મ હશે.

ટીઝર વિશે વાત કરતાં સૈફ અલી ખાન પોતાને સિંહ ગણાવી રહ્યો છે અને કહે છે કે એકલા રહે ત્યાં સુધી સિંહ રાજા છે. આ પછી, તે ઓલે ઓલે ગીત પર કમર હલાવતા જોવા મળી રહ્યો છે. આ પછી, ફિલ્મમાં સૈફના પિતાની ભૂમિકા નિભાવનારા અભિનેતાનું કહેવું છે કે યુવાનીમાં માણસે પોતાની પત્ની અને બાળકો વિશે વિચારવું જોઇએ.

જુઓ આ ફની ટીઝર-

આ પહેલા ફિલ્મનું પોસ્ટર પણ સામે આવ્યું હતું જેમાં સૈફ અલી ખાન દારૂની બોટલ સાથે પડેલો જોવા મળ્યો હતો, પાછળ છોકરીઓના પગ જોવા મળી રહ્યા હતા. સૈફ તેના ગળામાં પ્લેબોય ચેઇન અને હાથમાં ટેટૂ બનાવેલું  જોવા મળી રહ્યો છે.

આ ફિલ્મની 31 જાન્યુઆરીએ રિલીઝ થવાની સૈફના ચાહકો આતુરતાથી આ ફિલ્મની  રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.