Not Set/ ‘દબંગ-3’માં સની લિયોનીને આઇટમ સોંગ માટે પસંદ કરાઈ

ગુગલમાં સાૈથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોની (Sunny Leone) ને હવે દબંગ-3 ફિલ્મ માટે પસંદ કરી લેવામાં આવી છે. તેની દબંગ-3 માટે પસંદગી કરવામાં આવતા હાલમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. સલમાન ખાન અભિનીત અને અરબાજ ખાનની દબંગ સિરિઝની બે ફિલ્મો પહેલા રજૂ કરવામાં આવી ચૂકી છે. આ […]

Uncategorized
Sunny Leone is selected for item song in 'Dabangg 3'

ગુગલમાં સાૈથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોની (Sunny Leone) ને હવે દબંગ-3 ફિલ્મ માટે પસંદ કરી લેવામાં આવી છે. તેની દબંગ-3 માટે પસંદગી કરવામાં આવતા હાલમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે.

સલમાન ખાન અભિનીત અને અરબાજ ખાનની દબંગ સિરિઝની બે ફિલ્મો પહેલા રજૂ કરવામાં આવી ચૂકી છે. આ બંને ફિલ્મો સુપરડુપર હિટ સાબિત થઇ હતી. સલમાન અને અરબાજ દ્વારા હવે દબંગ સિરિઝના ત્રીજા ભાગ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. સલમાન ખાન દ્વારા ‘ભારત’ ફિલ્મ પરનું કામ તાજેતરમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું.

Sunny Leone3 'દબંગ-3'માં સની લિયોનીને આઇટમ સોંગ માટે પસંદ કરાઈ

‘ભારત’ ફિલ્મનું કાર્ય બાદ હવે ટૂંક સમયમાં સલમાન અને અરબાજ ખાન દ્વારા ‘દબંગ-3’ ફિલ્મનુ શુટિંગ શરુ કરવામાં આવનાર છે. સની લિયોન હાલમાં ટીવી શોમાં પણ કામ કરી રહી છે અને સની લિયોનને ‘દબંગ-3’ માટે પસંદ કરી લેવામાં આવી છે.

‘દબંગ-3’ માટે સની લિયોનને પસંદ કરવામાં આવી હોવાની વાતની ખુદ અરબાજ ખાને જાહેરાત કરી છે. ‘તેરા ઇન્તઝાર’ ફિલ્મમાં સની લિયોનની સાથે કામ કર્યા બાદ અરબાજ તેની કાર્ય કુશળતાથી ખૂબ પ્રભાવિત થયો હતાે. જો કે અરબાજ ખાન હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટને લઇને પણ વ્યસ્ત બનેલો છે.

Sunny Leone 'દબંગ-3'માં સની લિયોનીને આઇટમ સોંગ માટે પસંદ કરાઈ

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘તેરા ઇન્તજાર’માં અરબાજ ખાન સેક્સી સની લિયોનની સાથે નજરે પડ્યો હતો. આ પછી સની લિયોનની સાથે કામ કરવાની ઇચ્છા અરબાજ ખાને પહેલાથી જ વ્યક્ત કરી હતી. પરંતુ આ ફિલ્મમાં કામ કર્યા બાદ અરબાજ ખાન સની લિયોનથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.

આ પછી અરબાજ ખાને કહ્યું હતું કે, ‘દબંગ-3’ માં સની લિયોનને પણ લેવામાં આવનાર છે. જો કે, આ ફિલ્મમાં સની લિયોનની પસંદગી આઈટમ સોંગ તરીકે કરવામાં આવી શકે છે.

Sunny Leone1 'દબંગ-3'માં સની લિયોનીને આઇટમ સોંગ માટે પસંદ કરાઈ

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં દબંગ ફિલ્મમાં મલઇકા અરોરાએ ‘મુન્ની બદનામ હુઈ’ ગીત પર આઈટમ સોંગ કરીને બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી. આ ગીત પછી મલઈકા અરોરાએ રાતોરાત સુપર સ્ટાર બની જવામાં સફળતા મેળવી હતી. ફિલ્મ ‘દબંગ’ની સાથોસાથ ‘મુન્ની બદનામ હુઈ’ ગીત પણ સુપર ડુપર હિટ સાબિત થયું હતું.