Not Set/ ફિલ્મ ‘લવ આજ કલ’ પર સેન્સર બોર્ડે ચલાવી કાતર, ગાયબ થયા કાર્તિક-સારાના બોલ્ડ સીન્સ

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજ કલ’એ આજે સિનેમા ઘરોમાં દસ્તક આપી ચુકી છે. છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મ સતત ચર્ચામાં છે. સારા અલી ખાન અને કાર્તિક આર્યન પણ ઝી જાન સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે આ ફિલ્મ વિશે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે. ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર ચલાવામાં […]

Uncategorized
Untitled 155 ફિલ્મ 'લવ આજ કલ' પર સેન્સર બોર્ડે ચલાવી કાતર, ગાયબ થયા કાર્તિક-સારાના બોલ્ડ સીન્સ

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘લવ આજ કલ’એ આજે સિનેમા ઘરોમાં દસ્તક આપી ચુકી છે. છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મ સતત ચર્ચામાં છે. સારા અલી ખાન અને કાર્તિક આર્યન પણ ઝી જાન સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે આ ફિલ્મ વિશે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે. ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર ચલાવામાં આવી છે.

તાજેતરમાં જ જ્યારે નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેમાં કાર્તિક અને સારા વચ્ચે કેટલાક ઈન્ટીમેટ કેટલાક કિસિંગ સીન્સ પણ જોવા મળ્યા હતા. લોકોને કાર્તિક-સારાની કેમિસ્ટ્રી પણ ગમી. પરંતુ હવે તમે તે દ્રશ્ય સિનેમા હોલમાં નહીં જોવા મળે. એક વેબસાઈટના જણાવ્યા મુજબ સેન્સર બોર્ડે કાર્તિક અને સારાના લવ મેકિંગ સીન પર પોતાની કાતર ચલાવી દીધી છે.

Love Aaj Kal

આ ફિલ્મની રજૂઆત પહેલા સેન્સર બોર્ડે તેના કેટલાક દ્રશ્યો ઉપર ફક્ત કાતર જ ચલાવી નહોતી, પરંતુ જો સમાચારની વાત માની લેવામાં આવે તો, એમ પણ કહ્યું છે કે તેના ઘણા દ્રશ્યો બ્લૂ છે. આ ફિલ્મના તમામ બોલ્ડ સીન્સને સિનેમા હોલમાં બ્લૂ રંગમાં બતાવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને U/A સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે.

આ ફિલ્મનું દિગ્દર્શન ઇમ્તિયાઝ અલીએ કર્યું છે. ફિલ્મમાં રણદીપ હૂડા અને આરૂશી શર્મા પણ કાર્તિક આર્યન અને સારા અલી ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.