Not Set/ લગ્ન માટે ઉત્સાહિત છે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ…

મુંબઈ, બોલિવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણ તેના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત છે. દીપિકા ખુબ જ જલ્દી રણવીર સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. દીપિકાએ જણાવ્યું કે હું લગ્નને લઈને ઘણી એક્સાઈટેડ છું. એ જ રીતે જે રીતે દરેક નવી ફિલ્મ સાઈન કરતા પહેલા હોવ છું. બીજી છોકરીઓ જેમ હું પણ હંમેશા મારા […]

Uncategorized
gy લગ્ન માટે ઉત્સાહિત છે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ...

મુંબઈ,

બોલિવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણ તેના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત છે. દીપિકા ખુબ જ જલ્દી રણવીર સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે.

Image result for deepika padukone

દીપિકાએ જણાવ્યું કે હું લગ્નને લઈને ઘણી એક્સાઈટેડ છું. એ જ રીતે જે રીતે દરેક નવી ફિલ્મ સાઈન કરતા પહેલા હોવ છું. બીજી છોકરીઓ જેમ હું પણ હંમેશા મારા લગ્ન વિશે વિચાર્યું હતું.

Image result for deepika padukone

દીપિકાએ વધુમાં જણાવ્યું કે હું વિચારતી હતી કે જયારે પણ મારા લગ્ન હશે ત્યારે ખુબ જ એક્સાઈટિંગ માહોલ હશે અને હોવો પણ જોઈએ. મને નથી સમજાતું કે લગ્ન પછી લાઈફ કેમ બદલવી જોઈએ.

Image result for deepika padukone

દીપિકા આગળ કહ્યું કે મે મારા મમ્મી પપ્પાને તેમના રિલેશનને ખુબ જ સારી રીતે નિભાવતા જોયા છે. હું પણ મારા લગ્ન જીવનને એ જ રીતે જોવું છું. તેઓએ જે રીતે તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને સાંભળી છે તે મારા માટે એક બેંચમાર્ક છે. મે લાઈફની શીખ મારા પરિવાર પાસેથી લીધી છે અને એવી જ રીતે મારા લગ્ન જીવનને સંભાળવા અને સારું બનાવવા માંગું છું.

Image result for deepika padukone