Not Set/ પતિથી અલગ થઇ એક્ટ્રેસ દિયા મિર્ઝા, લખ્યું- અમે હંમેશા દોસ્ત રહીશું…

મુંબઈ, બોલિવૂડની એક્ટ્રેસ દિયા મિર્ઝા અને તેમના પતિ સાહિલ સંઘાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયની મિત્રતા બાદ દિયા મિર્ઝા અને સાહિલે 18 ઓક્ટોબર 2014ના રોજ લગ્ન કર્યા હતા. દિયાએ સાહિલથી અલગ થયા હોવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. દિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 11 વર્ષ સુધી સાથે જીવન ગાળ્યા બાદ અમે પરસ્પર […]

Uncategorized
arar 1 પતિથી અલગ થઇ એક્ટ્રેસ દિયા મિર્ઝા, લખ્યું- અમે હંમેશા દોસ્ત રહીશું...

મુંબઈ,

બોલિવૂડની એક્ટ્રેસ દિયા મિર્ઝા અને તેમના પતિ સાહિલ સંઘાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયની મિત્રતા બાદ દિયા મિર્ઝા અને સાહિલે 18 ઓક્ટોબર 2014ના રોજ લગ્ન કર્યા હતા. દિયાએ સાહિલથી અલગ થયા હોવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી.

દિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 11 વર્ષ સુધી સાથે જીવન ગાળ્યા બાદ અમે પરસ્પર સહમતિથી નિર્ણય લઇને અલગ થઇ રહ્યા છે. પરંતુ અમે પરસ્પર પ્રેમ અને સમ્માન સાથે મિત્ર રહીશું.અમારી સફર કદાચ જુદા રસ્તે લઇ જતી હશે પરંતું અમે એકબીજા સાથે જે  બંધન શેર કરીએ છીએ તેના અમે હંમેશા આભારી રહીશું.અમને પ્રેમ આપવા બાદલ અમારા પરિવાર અને દોસ્તોનો આભાર માનીએ છીએ.આ મામલે હવે અમે કોઇ ટીપ્પણી નહીં કરીએ

દિયાએ તેમના પરિવાર, મિત્રો અને મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમને ટેકો અને પ્રેમ આપવા માટે સૌનો આભાર અને હવે અમે પ્રાઇવસી જાળવવાની વિનંતી કરી રહ્યા છે. હવે અમે આ મુદ્દે વધુ કોઈ જ કમેન્ટ કરવા નથી ઇચ્છતા.

દિયાએ તેના બિઝેનસ પાર્ટનર સાહિલ સાથે 2014માં લગ્ન કર્યા હતા.દિયા અને સાહિલ બોર્ન ફ્રી એન્ટરટેઇનમેન્ટ નામનું પ્રોડક્ષન હાઉસ પણ ચલાવતા હતા.દિયા છેલ્લે કાફિર નામની વેબસીરીઝમાં જોવા મળી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.