Not Set/ ‘કેમરા ક્યાં ફરતો હતો તે જ હું ભુલી ગઇ હતી..’

મુંબઇ જ્હાનવી કપૂર તેની પ્રથમ ફિલ્મ “ધડક”ને લઈને ખુબ જ ઉત્સાહિત છે. જ્હાનવીએ મીડીયા સાથે પણ ફિલ્મને લઇને ઘણી વાતો કરી છે. જ્હાનવી કહે છે કે તેને ફિલ્મનું ઝિંટાટ ગીત સૌથી પસંદ છે.જ્હાનવી આ ગીતના શુટીંગની યાદો પણ તાજી કરે છે. જહાનવીએ કહ્યું કે અમે બધા ઝિંટાટ ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા.જાણીતા ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ […]

Uncategorized
mahi ll ‘કેમરા ક્યાં ફરતો હતો તે જ હું ભુલી ગઇ હતી..’

મુંબઇ

જ્હાનવી કપૂર તેની પ્રથમ ફિલ્મ “ધડક”ને લઈને ખુબ જ ઉત્સાહિત છે. જ્હાનવીએ મીડીયા સાથે પણ ફિલ્મને લઇને ઘણી વાતો કરી છે. જ્હાનવી કહે છે કે તેને ફિલ્મનું ઝિંટાટ ગીત સૌથી પસંદ છે.જ્હાનવી આ ગીતના શુટીંગની યાદો પણ તાજી કરે છે.

संबंधित इमेज

જહાનવીએ કહ્યું કે અમે બધા ઝિંટાટ ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા.જાણીતા ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને ગીતનું નિર્દેશન કર્યુ છે.મારે આ ગીતમાં બહુ ડાન્સ કરવાનો નહોતો. પરંતુ આ ગીત એટલુ જબરદસ્ત છે કે હું ડાન્સ સમયે ભુલી જતી હતી કે કેમેરા ક્યાં ફરી રહ્યો છે..

ફરાહ અકળાઇને મને કહેતી કે અરે કૅમેરો અહીં છે..તું ત્યાં ક્યાં જોઈ રહી છે.. અને ટપોરી ડાન્સ નથી કરવાની ધીમે નાચો..

જહાનવીએ કહ્યું કે આ ગીતનું શૂટિંગ મારા માટે ખૂબ જ જબરદસ્ત હતું. જો કે સોન્ગમાં મોટા ભાગનો ડાન્સ ઇશાનને કરવાનો  આવ્યો છે. જો કે, આ ગીતના બોલ એટલા મસ્ત છે કે હું મસ્તીમાં આવી હતી હતી. ઘણી વખત એવું થયું કે હું છોકરાવળી લાઈન ગાવા લાગી હતી. પછી મને જોરદાર ઠપકો પણ ખાવો પડ્યો હતો. પરંતુ છેલ્લે અમે મેનેજ કરી લીધું હસતા હસતા.

 

संबंधित इमेज