Not Set/ હવે હું તનુશ્રી દત્તા પર 50 કરોડનો માનહાનિ કેસ કરીશ: રાખી સાવંત

મુંબઈ તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ પછી રાખી સાવંતે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને  તનુશ્રી દત્તાને ખૂબ સંભળાવ્યું હતું. રાખીએ કહ્યું હતું કે, તનુશ્રી ડ્રગ એડીક્ટ છે, 10 વર્ષ પહેલાં તે ઝગડાવાળા દિવસે તનુશ્રી શૂટિંગ છોડીને તેની વેનિટીમાં ડ્રગ્સ લઈને બેહોશ પડી હતી. રાખીના નિવેદનને લઈને તનશ્રીએ રાખી પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને […]

Trending Entertainment
5rp હવે હું તનુશ્રી દત્તા પર 50 કરોડનો માનહાનિ કેસ કરીશ: રાખી સાવંત

મુંબઈ

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ પછી રાખી સાવંતે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને  તનુશ્રી દત્તાને ખૂબ સંભળાવ્યું હતું. રાખીએ કહ્યું હતું કે, તનુશ્રી ડ્રગ એડીક્ટ છે, 10 વર્ષ પહેલાં તે ઝગડાવાળા દિવસે તનુશ્રી શૂટિંગ છોડીને તેની વેનિટીમાં ડ્રગ્સ લઈને બેહોશ પડી હતી. રાખીના નિવેદનને લઈને તનશ્રીએ રાખી પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને 10 કરોડની માંગ પણ કરી છે.

રાખીએ તનુશ્રીને જવાબ આપતા કહ્યું કે એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન તનુશ્રીએ તેને લોવર ક્લાસ કહેવા પર તે તેના પર 50 કરોડનો માનહાનિનો કેસ કરશે.

રાખીએ કહ્યું કે ‘જયારે તનુશ્રી દત્તાને નાના પાટેકર અને રાજ ઠાકરેએ ભાવ આપ્યો નહીં તો તે હવે મારા પાછળ પડી ગઈ છે. તે લૂંટવા માંગે છે પરતું તેની આ ઈચ્છા પૂરી થઇ નથી. તનુશ્રી આ બધું પબ્લિસીટી, પાસપોર્ટ, વિઝા, બેંક એકાઉન્ટ અથવા તો બોલિવૂડમાં તેની ફરી એન્ટ્રી માટે કર્યું હોય. પરંતુ તેવું કઈ થઈ રહ્યું નથી એટલા માટે હવે તેને મને ટાર્ગેટ બનાવી છે અને મારા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. અત્યાર સુધી તે મીડિયા-મીડિયા રમી રહી હતી. હવે કોર્ટ-કોર્ટ રમશે. કોર્ટમાં હું તેને જવાબ આપીશ.

રાખીએ આગળ કહ્યું કે કોર્ટમાં જવાબ આપવા માટે મારા પાસે સબૂત પણ હશે.  10 વર્ષ પહેલા મેં તનુશ્રીના સાથે ઘણી પાર્ટીમાં પણ ગઈ છું તે 2થી 3 વાર રેવ પાર્ટીમાં લઈને ગઈ હતી. તે પાર્ટીઓમાં તે મારા સમી ડોપ કરતી હતી. તનુશ્રીના કારણે મેં પણ ડ્રગ્સ લીધું હતું. તે પછી મેં તેના સાથે દોસ્તી તોડી દીધી હતી નહીં તો આજે મને પણ રીહાબ જવું પડતું, મારા વાળ મુંડાવવા પડ્યા હોત.

વેલ નાના પાટેકર વિશે તનુશ્રી પાસે તો કોઈ જ સબૂત નથી એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપતા સમયે તનુશ્રીએ મને નીચ કહી હતી, આ પણ તો ગુનો છે. તેને મને લોવર ક્લાસ કહ્યું હતું આ પણ તો મોટો ગુનો છે. હું દુનિયાવાળાને કહું છું કે લોકો ‘#Me Tooમાં માત્ર મહિલાઓની વાતો જ કરી રહ્યા છે. છોકરાઓ વિશે પણ વાત કરો શેખર સુમનના દીકરા અધ્યનના સાથે ખરાબ થયું હતું, હૃતિક રોશન સાથે પણ ખરાબ થયું તેમના વિશે પણ વાત કરો પરુષોનું પણ સાંભળવામાં આવે,

તનુશ્રીએ મારા પર 10 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. હું તેના પર 50 કરોડનો માનહાનિનો કેસ કરીશ. 10 કરોડના માનહાનિ કર્યા પહેલા તેને 10 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરવવા પડશે. તેને મને લોવર ક્લાસ કહ્યું, એએત્લા માટે હું તનુશ્રી પર 50 કરોડનો માનહાનિનો કેસ કરીશ. હું કોર્ટમાં તેના 50 લાખ જમા કરાવીશ.

રાખીએ તેનું વાત પૂર્ણ કરતા કહ્યું કે તમે કોઈને પણ લોવર ક્લાસ કહી શકતા નથી. તેને નાના પાટેકર, ગણેશ આચાર્ય અને રાજ ઠાકરેને નીચ કહ્યું હતું.  બધા તેના સામે કેસ કરશે. જયારે તે આવી હતી ત્યારે તેના પાસે કોઈ જ કાર નહતી અને આજે તેના ઘરની નીચે રેડ કલરની ઓડી જોવા મળે છે. આવે તો તે રીબીન કાપવાના 3 થી 5 લાખ રૂપિયા માંગે છે.