Not Set/ લોકપ્રિયતા વધતા મુશ્કેલી વધી, ચાહકોની દખલગીરીથી કંટાળેલી પ્રિયાએ કેવું પગલું ભર્યું, વાંચો.

૧૮ વર્ષીય એક્ટ્રેસ પ્રિયા મલયાલમ ફિલ્મ ઉરુ અદર લવથી  પ્રિય ડેબ્યુ કરી રહી છે.આ ફિલ્મ ૩ માર્ચના રોજ રિલીઝ થવાની છે પરંતુ વિડીયોના લીધે ફિલ્મની રિલીઝ પહેલા જ પ્રિયા ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વિડિયો વિશે પ્રિયા વારિયરની માતા પ્રીથાએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે પ્રિયાનું ફેમસ થવું એ અમારા પરિવાર માટેઘણા કઠીન સમય […]

Top Stories
priya prakash 1518416486 લોકપ્રિયતા વધતા મુશ્કેલી વધી, ચાહકોની દખલગીરીથી કંટાળેલી પ્રિયાએ કેવું પગલું ભર્યું, વાંચો.

૧૮ વર્ષીય એક્ટ્રેસ પ્રિયા મલયાલમ ફિલ્મ ઉરુ અદર લવથી  પ્રિય ડેબ્યુ કરી રહી છે.આ ફિલ્મ ૩ માર્ચના રોજ રિલીઝ થવાની છે પરંતુ વિડીયોના લીધે ફિલ્મની રિલીઝ પહેલા જ પ્રિયા ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ વિડિયો વિશે પ્રિયા વારિયરની માતા પ્રીથાએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે પ્રિયાનું ફેમસ થવું એ અમારા પરિવાર માટેઘણા કઠીન સમય જેવું છે. અમે પ્રિયાના વિડીયોને જોનારાને રોકી શકતા નથી શું કરીએ અમે !

તમને જણાવી દઈએ કે પ્રિયા વિમલા કોલેજમાં બી.કોમના પહેલા વર્ષમાં ભણતી પ્રિયા એ હદે પ્રખ્યાત થઇ ગઈ કે આજે ૨ મિલિયન લોકો તેને ઇન્સ્તાગ્રામમાં ફોલો કરી રહ્યા છે. આટલા બધા ચાહકોના સતત ફોલોઅપના કારણે કંટાળેલી પ્રિયાએ હોસ્ટેલમાં રહેવા જવાનું નક્કી કર્યું છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલી  આ વિડીયો ક્લિપ એ આવનારી મલયાલમ ફિલ્મ ઉરુ અદર લવનું ગીત ‘Manikya Malaraya Poovi’ નો છે. જેમાં પ્રિયાના આંખના ઈશારા મન મોહી લે તેવા હોવાથી તેને વેલેન્ટાઇન ડેની નિશાની તરીકે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

માત્ર એક જ દિવસમા ઇન્સ્તાગ્રામમાં પ્રિયાના ફોલોઅર્સ વધીને ૧.૮ મિલિયન થઇ ગયા હતા.

આ વિશે પ્રિયાની માતા પ્રીથાએ  કહ્યું કે આટલા બધા ફોલોઅર્સ વધી જશે એ અમે સપનામાં પણ વિચાર્યું નહતું. એટલું  જ નહી પણ ફિલ્મ ઉરુ અદર લવના ડાયરેક્ટરે પણ ફિલ્મ રિલીઝ પહેલા પ્રિયાને કોઈ પણ ઇન્ટરવ્યું કરવાની ના પડી દીધી છે અને તે માત્ર ફિલ્મ રિલીઝ થયા બાદ જ ઇન્ટરવ્યું આપી શકશે.

પ્રિયાએ વધુમાં કહ્યું હતું કે માત્ર એક જ વાર મોડલિંગ કર્યું છે. અને મોડલિંગનો તેણે માત્ર એક જ ફોટો ઇન્સ્તાગ્રામ પર મુક્યો હતો. ઇન્સ્તાગ્રામ પર મારી દીકરીના રેમ્પ વોકના ફોટા ફોટોગ્રાફરે ફેક એકાઉન્ટ બનાવીને મુક્યા છે. અત્યારે જે મોડલિંગના ફોટા વાયરલ થઇ રહ્યા છે તે અમારી જોડે તો છે જ નહિ.

પ્રિયા અવારનવાર તેના મિત્રો સાથેની સેલ્ફી પોસ્ટ કરે છે.