મુંબઈ
જયારે ભારત દેશ આઝાદ પણ થયો ન હતો ત્યારથી ભારતીય સિનેમા પ્રેક્ષકોનું મનોરંજન કરી રહ્યું છે. ભારત દેશ 71 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા જઈ રહ્યો છે, પરંતુ ભારતીય સિનેમાની સ્થાપના થયાને 100 કરતાં પણ વધુ વર્ષો થઈ ચૂક્યા છે. આ 100 વર્ષોમાં, પ્રેક્ષકોને ફેમિલી ડ્રામા, એક્શન, લવ સ્ટોરી અને બાયોપિક જેવા વિષયો પર ફિલ્મો જોવા મળી છે. હિન્દી ફિલ્મોના દર્શકો માત્ર ભારતમાં જ નહીં, પણ દેશ-વિદેશમાં પણ ફેલાયેલા છે. આમાંની કેટલીક ફિલ્મો એવી છે કે, જેને ભારતમાં ભલે સફળતા હાંસલ પ્રાપ્ત ન થઈ હોય તો પણ તેને ઇન્ટરનેશનલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.

આ ફિલ્મોમાં સૌથી પહેલું નામ ‘સંત તુકારામ’નું છે. આ ફિલ્મ 1937 માં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મના નિર્દેશક વિષ્ણુ પંત ધામલે અને શેખ ફટ્ટેલાલ હતા. આ પ્રથમ એવી ફિલ્મ હતી કે, જેને ‘વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ’માં સ્પેશિલ પ્રાઈઝ આપીને તેને સન્માનિત કરવામાં આવી હતી.

આ પછી ફિલ્મમેકર ચેતન આનંદની ફિલ્મ ‘નીચા નગર’ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં Grand Prix du Festival International du Film એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મ 1946 માં રિલીઝ કરવામાં આવી હતી.

1951માં આવેલી વી. શાંતારામની ફિલ્મ ‘અમર ભોપાલી’ને ‘Excellence in Sound Recording’ નો એવોર્ડ મળ્યો હતો.

દિગ્દર્શક બિમલ રોયે 1954 માં એક જબરદસ્ત ફિલ્મ ‘દો બીધા જમીન’ બનાવી હતી. આ ફિલ્મને ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને કેટલાય ઇન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ ફિલ્મએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં Prix Internationale નો એવોર્ડ જીત્યો હતો.

પાંચમી ફિલ્મ સત્યજીત રોયની ફિલ્મ ‘પાથેર પંચાલી’ હતી. આ ફિલ્મે અનેક પુરસ્કારો જીત્યા હતાં. પરંતુ 1956 માં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને ‘Palme d’Or for Best Human Document’ નો એવોર્ડ મળ્યો હતો.

સત્યજીત રેની ફિલ્મ ‘અપરાજિત’ને ‘ગોલ્ડન લોયન એવોર્ડ’થી નવાજવામાં આવી હતી. આ સિવાય, આ ફિલ્મ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ માટે પણ નોમિનેટ થઇ હતી. આ ફિલ્મ 1957 માં આવી હતી.

1957માં આવેલી બાળકોની ફિલ્મ ‘જલદીપ’ને વેનિસ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં પ્રથમ પુરસ્કાર મળ્યો હતો.

મહબૂબ ખાનની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ને તો ભૂલી જવાનું તો અશક્ય છે. 1957 માં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે નરગિસને ‘Karlovy Vary International Film Festival’ માં ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત એકેડેમી એવોર્ડમાં ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ’ની માટે નોમિનેટ કરવામાં આવી હતી.

આ બાદ, 1988માં આવેલી ફિલ્મ ‘સલામ બોમ્બે’ ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘Camera d’Or and the Audience Award’ આપવામાં આવ્યો હતો. તે એવી ફિલ્મોમાંની એક હતી, જે એકેડેમી એવોર્ડની રેસમાં શામેલ થઈ હતી.

1998 માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘દિલ સે’ને બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘Netpac Award’ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન મણિ રત્નમ દ્વારા કરવામાં આવ્યું હતું.

2010 માં, બનેલી ‘અબ્દુલ કલામ’ની બાયોપિક ‘આઈ એક કલામ’ ને FICC માં ‘best feature film prize’ અને ‘Don Quijote Prize’ પુરસ્કાર મળ્યો હતો. ફિલ્મનું દિગ્દર્શન નીલા મદહબ પાંડા દ્રારા કરવામાં આવ્યું હતું.

વર્ષ 2012 માં આવેલી ડારેક્ટર રાજન ખોસાની ફિલ્મ ‘ગટ્ટુ’ને 62 માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘special mention under Deutsches Kinderhilfswerk category’ નો એવોર્ડ મળ્યો હતો.

ઇરફાન ખાન અભિનીત ફિલ્મ ‘લંચબોક્સ’ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘Critics Week Viewers Choice Award’ થી સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત BAFTAમાં પણ આ ફિલ્મની એન્ટ્રી થઈ હતી. આ ફિલ્મના દિગ્દર્શક તરીકે રિતેશ બત્રા હતા.

આશુતોષ ગોવારિકરની ફિલ્મ, ‘લગાન’ને વિશ્વભરના દર્શકોને પોતાના દીવાના બનાવ્યા હતા. આમિર ખાનની આ ફિલ્મને એકેડેમી એવોર્ડ્સમાં ‘બેસ્ટ ફોરેન લેગ્વેજ એવોર્ડ’ની માટે નોમિનેટ કરવામાં આવી હતી.

નીરજ ધેવનની વર્ષ 2015 માં આવેલી ફિલ્મ ‘મસાન’ ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘Avenir Prize’ એનાયત કરવામાં આવ્યો હતો.
