Not Set/ 12 વર્ષની સગીરાને શોધવા જ્હોન અબ્રાહમ દિવસ રાત એક કરી રહ્યો છે

મુંબઇ પોતાના હેલ્પઈંગ સ્વભાવ માટે જાણીતાં જ્હોન અબ્રાહમનું એક વધુ માનવીય પાસું સામે આવ્યું છે. જ્હોન અબ્રાહમના ડ્રાઇવરના કાકાની 12 વરસની પુત્રીનું અપહરણ થયું છે.જ્હોન આ સગીરાને શોધવા માટે દિવસ રાત એક કરી રહ્યો છે.કિડનેપ થયેલી સગીરા ઝડપથી મળે તે માટે જ્હોન પોલિસમાં પોતાના વતી પ્રયાસ કરી રહ્યો છે અને સતત પોલિસના સંપર્કમાં છે. એક […]

Uncategorized
mahi ko 12 વર્ષની સગીરાને શોધવા જ્હોન અબ્રાહમ દિવસ રાત એક કરી રહ્યો છે

મુંબઇ

પોતાના હેલ્પઈંગ સ્વભાવ માટે જાણીતાં જ્હોન અબ્રાહમનું એક વધુ માનવીય પાસું સામે આવ્યું છે. જ્હોન અબ્રાહમના ડ્રાઇવરના કાકાની 12 વરસની પુત્રીનું અપહરણ થયું છે.જ્હોન આ સગીરાને શોધવા માટે દિવસ રાત એક કરી રહ્યો છે.કિડનેપ થયેલી સગીરા ઝડપથી મળે તે માટે જ્હોન પોલિસમાં પોતાના વતી પ્રયાસ કરી રહ્યો છે અને સતત પોલિસના સંપર્કમાં છે.

એક અખબાર સાથેની વાતચીતમાં જ્હોનએ જણાવ્યું હતું કે,મારા ડ્રાઇવરના કાકાની 12 વરસની દીકરીને કેટલાક અસામાજિક તત્વો  ગુડગાંવથી અપહરણ કરી ગયા છે. હું સતત પોલિસના સંપર્કમાં છું અને સગીર વયની છોકરીને શક્ય હોય તેટલી જલદી શોધવા વિનંતી કરુ છું.

જ્હોનએ આ અભિયાન પોતાના સુધી સીમિત નથી રાખ્યું પરંતુ અભિનેતાએ લોકોને પણ અપીલ કરી છે કે તે આ છોકરીને શોધમાં મદદ કરે. તેને એક જ ડર છે કે આ સમગ્ર ઘટનામાં આ છોકરી સાથે ન થવાનું કાંઇક ખોટું ન થઇ જાય.

જ્હોનએ આ ઘટનાથી લોકોની માનસિકતા પર પ્રશ્ર  ઊઠાવ્યો છે કે, લોકોનું સ્તર કેટલું નીચે ઊતરી ગયું છે એક સગીર યુવતીનું ગુનેગારો અપહરણ કરી રહ્યા છે.