મુંબઇ,
15 ઓગસ્ટે 2018ના રોજ રિલીઝ થયેલ ફિલ્મ ‘સત્યમેવ જયતે’ની સમગ્ર ટીમ એકવાર ફરી સાથે જોવા મળી છે. જોકે આ ટીમ આ ફિલ્મના ડાયરેક્ટર ડાયરેક્ટર મિલાપ ઝવેરીના જન્મદિવસ પર સાથે જોવા મળી હતી. સમગ્ર ટીમને એક સાથે આવથી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કદાચ જલ્દી આ હીટ ફિલ્મની સિક્વલનું એલાન થઇ શકે છે.
ફિલ્મ ‘સત્યમેવ જયતે’ ડાયરેક્ટર મિલાપ ઝવેરીના ડાયરેક્શનમાં બની હતી અને આ ફિલ્મને ભૂષણ કુમાર અને નિખિલ અડવાણીએ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં જબરદસ્ત ડાયલોગ સાથે સાથે જબરદસ્ત એક્શન-થ્રિલર પણ હતું. 90ના દાયકાના રૂપમાં બનેલ આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમના અપોજિટ આયશા શર્મા મહત્વપૂર્ણ ભૂમિકામાં નજરે પડી હતી.
ફિલ્મ ‘સત્યમેવ જયતે’ રિલીઝ થયાના મહિનાઓ પછી પણ ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર્સના વચ્ચની બોન્ડિંગ બનેલી છે અને એ જ કારણ છે કે ડાયરેક્ટર મિલાપ ઝવેરીના જન્મદિવસના મોકા પર જ્હોન અબ્રાહમ, ભૂષણ કુમાર, નિખિલ અડવાણી,નોરા ફતેહી સાથે ઘણા એક્ટર્સ પહોંચ્યા.
પ્રોડ્યુસર ભૂષણ કુમાર તેમની પત્ની દિવ્યા ખોસલાના સાથે આવ્યા તો સિદ્ધાર્થ મલ્હોત્રા, તારા સુતરિયા, આદિત્ય રોય કપૂર અને રિતેશ દેશમુખ મિલાપના બર્થ-ડેના સેલિબ્રેશનમાં જોવા મળ્યા.
હાલ જ્હોન અબ્રાહમ તેમની આગામી ફિલ્મ ‘બાટલા હાઉસ’ના શુટિંગમાં વ્યસ્ત છે જે આગામી વર્ષે 15 ઓગસ્ટ પર રિલીઝ થશે. આ ફિલ્મ જ્હોન અબ્રાહમ જે પોલીસવાળાનો રોલ કરી રહ્યા છે તેના નામે 70 એન્કાઉન્ટર, 30 મામલામાં 22ને સજા આપવા અને 9 વીરતા પુરસ્કાર મેળવાનો રેકોર્ડ છે.