Not Set/ રણબીર-આલિયાના રીલેશન પર કાજોલે મહોર મારી

મુંબઇ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ એક બીજા ડેટ કરી રહ્યા છે. જો કે આ મામલે તેઓએ  ક્યારેય ખુલીને કબુલાત નથી કરી, પરંતુ તેઓએ ક્યારેય આનો ઇનકાર કર્યો નથી. પરંતુ તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલે રણબીર-આલિયાના રિલેશન પર સ્ટેમ્પ લગાવી દીધું છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં કાજોલ નેહા ધૂપિયાના શો ‘નેહા ધુપિયાઝ પોડકાસ્ટ’ના બીજા સીઝનમાં આવી […]

Uncategorized
ka રણબીર-આલિયાના રીલેશન પર કાજોલે મહોર મારી

મુંબઇ,

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ એક બીજા ડેટ કરી રહ્યા છે. જો કે આ મામલે તેઓએ  ક્યારેય ખુલીને કબુલાત નથી કરીપરંતુ તેઓએ ક્યારેય આનો ઇનકાર કર્યો નથી. પરંતુ તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલે રણબીર-આલિયાના રિલેશન પર સ્ટેમ્પ લગાવી દીધું છે.

Image result for ranbir kapoor alia bhatt kajol

આપને જણાવી દઈએ કે તાજેતરમાં કાજોલ નેહા ધૂપિયાના શો ‘નેહા ધુપિયાઝ પોડકાસ્ટ’ના બીજા સીઝનમાં આવી હતી. શોમાં કાજોલને કોઈ સવાલ પર  આલિયાનું નામ લેવાનું હતું તો ત્યારે તે આલિયા કપૂર બોલી ગઈ. આ સાંભળીને કાજોલ પોતે પણ અંચબામાં પડી ગઈ. પરંતુ કાજોલે તેની ભૂલ તરત જ સુધારી લીધી. નેહાના ચેટ શોનો વીડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

Image result for ranbir kapoor alia bhatt

ઉલ્લેખનીય છે કે હાલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં એક સાથે કામ કરી રહ્યા છે. જેને અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ કરવામાં આવશે.