Not Set/ કલંકનો ફર્સ્ટ લુક આવ્યો સામે, વરૂણના જોવા મળ્યા આ તેવર

મુંબઇ, કરણ જોહરની આગામી ફિલ્મ કલંક માટેની ચર્ચા ઘણા સમયથી થઈ રહી હતી. જેમાં માધુરી અને સંજય દત્ત લાંબા સમય પછી સાથે જોવા મળી રહ્યા છે આ ફિલ્મમાં વરૂણ ધવન અને આલિયા ભટ્ટ પણ છે .કંલક ફિલ્મ એક પિરિયડ ડ્રામા છે.  જેમાં વરૂણ ના  ઝફરના રોલ પરથી  પડદો ઉઠાવવામાં આવ્યો છે.  ફિલ્મ સાથે જોડાયેલા અન્ય કલાકારોઅ પણ વરૂણ ધવનના લુકને ટ્વિટ […]

Uncategorized Entertainment
ma 12 કલંકનો ફર્સ્ટ લુક આવ્યો સામે, વરૂણના જોવા મળ્યા આ તેવર

મુંબઇ,

કરણ જોહરની આગામી ફિલ્મ કલંક માટેની ચર્ચા ઘણા સમયથી થઈ રહી હતી. જેમાં માધુરી અને સંજય દત્ત લાંબા સમય પછી સાથે જોવા મળી રહ્યા છે આ ફિલ્મમાં વરૂણ ધવન અને આલિયા ભટ્ટ પણ છે .કંલક ફિલ્મ એક પિરિયડ ડ્રામા છે.  જેમાં વરૂણ ના  ઝફરના રોલ પરથી  પડદો ઉઠાવવામાં આવ્યો છે.  ફિલ્મ સાથે જોડાયેલા અન્ય કલાકારોઅ પણ વરૂણ ધવનના લુકને ટ્વિટ કર્યો છે.

કરણ જૌહરે ટ્વિટ કરતાં લખ્યું છે કે આ  ઝફરના રોલમાં પ્રસ્તુત છે વરૂણ ધવન.જે જીવનના ખતરાઓ સાથે ફલર્ટ કરે છે. પોસ્ટરમાં વરૂણે આંખમાં કાજળ આંજ્યું છે અને કાનમાં કડી પહેરી છે તથા તેના વાળ લાંબા છે. વરૂણનો આ એગ્રેસિવ લુક ઘણો પસંદ કરવામાં આવ્યો છે.

https://twitter.com/karanjohar/status/1103528569412689920

અગાઉ કરણ જૌહર કંલકનો લોગો અને ફર્સ્ટ લુક રીલીઝ કરી ચૂક્યા છે.જેમાં બંને યુવક યુવતીનો બેક લુક નજરે ચઢી રહ્યો છે.  ફોટાના બેકગ્રાઉન્ડમાં પાણીમાં કમળ ખીલેલા છે. આ કલાકારો વરૂણ ધવન અને આલિયા ભટ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કલંક એક મલ્ટિસ્ટારર મૂવિ છે. જેમાં સોનાક્ષી સિન્હા, કૃણાલ ખેમુ, સંજય દત્ત,મઆધુરી દિક્ષિત, અને આદિત્ય રોય કપૂર છે. આ મૂવિને કરણ જૌહરની સાથે હીરૂ યશ જૌહર, સાજિદ નડિયાદવાળા અને અપૂર્વ મહેતા પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

https://twitter.com/karanjohar/status/1103328080666357760