Not Set/ કપૂર પરિવારને પંસદ આવી છે આલિયા, રણબીરની બહેન રિદ્ધિમાએ આપી આ ગિફ્ટ

મુંબઈ બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે જ મિત્રતા નથી બધી રહી. પરંતુ તેમના પરિવારમાં પણ મિત્રતા વધી રહી છે. હાલમાં જ જ્યારે રણબીરના પિતા રિશી કપૂરએ ભટ્ટ પરિવારને પોતાના પરિવાર જેવું છે તેવું કહું હતું. ત્યારે રણબીરએ એક ઈન્ટરવ્યુંમાં  જણાવ્યું હતું કે તેનો અને આલિયાનો સંબંધ હાલ નવો છે અને તેની હજી […]

Entertainment
mahu jnm કપૂર પરિવારને પંસદ આવી છે આલિયા, રણબીરની બહેન રિદ્ધિમાએ આપી આ ગિફ્ટ

મુંબઈ

બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચે જ મિત્રતા નથી બધી રહી. પરંતુ તેમના પરિવારમાં પણ મિત્રતા વધી રહી છે. હાલમાં જ જ્યારે રણબીરના પિતા રિશી કપૂરભટ્ટ પરિવારને પોતાના પરિવાર જેવું છે તેવું કહું હતું. ત્યારે રણબીરએ એક ઈન્ટરવ્યુંમાં  જણાવ્યું હતું કે તેનો અને આલિયાનો સંબંધ હાલ નવો છે અને તેની હજી શરુઆત છે. આલિયાએ પણ એક ઇન્ટરવ્યૂમાં રણબીર વિશે કંઇ પણ કહ્યા વગર તેમનું રીલેશન સાબિત કર્યું હતું.

આપને જણાવી દઈએ કે હાલમાં જ  રણબીર કપૂરની બહેન રિદ્ધિમાએ આલિયા ભટ્ટને એક બેસ્લેટ ગિફ્ટ કર્યું હતું અને આલિયાએ આ બેસ્લેટનો ફોટો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો અને સાથે લખ્યું હતું કે આ બેસ્લેટ અત્યંત સુંદર છે, આભાર રિદ્ધિમા આ સુંદર બેસ્લેટ માટે. એટલું જ નહિ  થોડા દિવસો પહેલાં, જ્યારે આલિયાએ તેની બિલાડી સાથે તસ્વીર શેર કરી હતી  ત્યારે રણબીરની માતાએ તેના પર કોમેન્ટ કરી તેના વખાણ કર્યા હતા.

Image result for Alia, Ranbir's sister Riddhima gave this gift

ઉલ્લેખનીય છે કે  આલિયા ભટ્ટએ પણ રણબીરની માતાની આ કોમેન્ટ પર જવાબ આપ્યો હતો, થોડા સમય  પહેલા જ આલિયા ભટ્ટએ ટ્વીટ કરીને રિશી કપૂર સાથે કામ કરવાની તેની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Instagram will load in the frontend.
#

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કરણ જોહરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ પહેલી મુવી છે કે જેમાં આ જોડી સ્ક્રીન પર સાથે જોવા મળશે. અહેવાલો અનુસાર, ફિલ્મમાં મોની રોય અને અમિતાભ બચ્ચન પણ જોવા મળી  શકે છે.