Not Set/ છ વર્ષ પછી કરિશ્મા કપૂર પરત ફરશે, મુવી નહીં કરશે વેબ સીરીઝ…

મુંબઈ કરિશ્મા કપૂરે છેલ્લે 2012 માં ‘ડેંજરસ ઇશ્ક’ ફિલ્મમાં જોવા મળી હતી. આ પછી બોલિવૂડ આ શ્રેષ્ઠ અભિનેત્રી ગુમ થઇ ગઈ હતી. પરંતુ કરિશ્માનો જાદુ ફરી એકવાર ફેન્સને જોવા મળશે. આ વખતે કરિશ્મા કોઈ ફિલ્મમાં નથી પરંતુ વેબ સીરીઝમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર કરિશ્મા કપૂર આ વખતે એકતા કપૂર સાથે કામ કરવા જઈ રહી […]

Trending Entertainment
OOKL છ વર્ષ પછી કરિશ્મા કપૂર પરત ફરશે, મુવી નહીં કરશે વેબ સીરીઝ...

મુંબઈ

કરિશ્મા કપૂરે છેલ્લે 2012 માં ‘ડેંજરસ ઇશ્ક’ ફિલ્મમાં જોવા મળી હતી. આ પછી બોલિવૂડ આ શ્રેષ્ઠ અભિનેત્રી ગુમ થઇ ગઈ હતી. પરંતુ કરિશ્માનો જાદુ ફરી એકવાર ફેન્સને જોવા મળશે. આ વખતે કરિશ્મા કોઈ ફિલ્મમાં નથી પરંતુ વેબ સીરીઝમાં જોવા મળશે.

મીડિયા રિપોર્ટ અનુસાર કરિશ્મા કપૂર આ વખતે એકતા કપૂર સાથે કામ કરવા જઈ રહી છે. એકતા સાથે ‘લોલો’ની વેબે સીરીઝ વિશે વાત કરવામાં આવી રહી છે. જલ્દી જ આ વેબ સીરીઝનું નામ અને ડેટ જાહેર કરવામાં આવશે.

આપને કનાવી દઈએ કે, લાંબા સમયથી કરિશ્મા ફિલ્મના પડદાથી દૂર રિયલ લાઈફમાં માતાની ભૂમિકા ભજવી રહી છે. તેમને કમબેક વિશે ઘણી વખત કહેવામાં આવ્યું હતું, પરંતુ કરિશ્માએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ તેમના બાળકોના ઉછેરમાં પહેલા ધ્યાન આપવા માંગે છે. આમતો ઘણા લાંબા સમયથી બિઝનેશમેન સંદીપ તોશનીવાલ સાથે લગ્નના સમાચાર મળી રહ્યા છે અને એવું કહેવાય છે કે બન્ને ટૂંક સમયમાં જ લગ્ન કરશે.

પરંતુ આ બધા અહેવાલોને કરિશ્મા કપૂરના પિતા અભિનેતા રણધીર કપૂર દ્વારા માત્ર અફવા કહેવામાં આવી રહ્યા છે. રણધીર કપૂરે કહ્યું હતું કે, “હું ઈચ્છું છું કે કરિશ્મા તેમનું ઘર વશાવે. તે લગ્ન કરીલે. પરંતુ આ વિશે, કરિશ્માએ મને ઇનકાર કર્યો છે તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે તે ફરી એક પરિવાર બનવા નથી માગતી. કરિશ્મા માટે ફક્ત એક જ પ્લાન છે પોતાના બાળકોની સારી રીતે ઉછેર  કરવા માંગે છે.