Not Set/ રણવીર-દીપિકાના રિસેપ્શનમાં કેટરીના પોતાને ના કરી શકી કન્ટ્રોલ, કર્યું કંઈ આવું

મુંબઇ, જ્યારે દીપિકા અને રણવીર સિંહે મુંબઇમાં લગ્નની પાર્ટી આપી હતી ત્યારે દરેકની આંખો એ વાત પર હતી કે શું કેટરીના કૈફ આ પાર્ટીમાં સામિલ થશે કે નહીં. પરંતુ કેટરીના નાતો માત્ર આ પાર્ટીમાં સામિલ થઇ પરંતુ તેને આ પાર્ટીમાં ખુબ જ એન્જોય પણ કર્યું. કેટરીનાએ પોતે આ વાત સ્વીકારી છે. તેને એક ઈન્ટરવ્યુમાં કહ્યું […]

Uncategorized
qaa 1 રણવીર-દીપિકાના રિસેપ્શનમાં કેટરીના પોતાને ના કરી શકી કન્ટ્રોલ, કર્યું કંઈ આવું

મુંબઇ,

જ્યારે દીપિકા અને રણવીર સિંહે મુંબઇમાં લગ્નની પાર્ટી આપી હતી ત્યારે દરેકની આંખો એ વાત પર હતી કે શું કેટરીના કૈફ આ પાર્ટીમાં સામિલ થશે કે નહીં. પરંતુ કેટરીના નાતો માત્ર આ પાર્ટીમાં સામિલ થઇ પરંતુ તેને આ પાર્ટીમાં ખુબ જ એન્જોય પણ કર્યું.

કેટરીનાએ પોતે આ વાત સ્વીકારી છે. તેને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેને પાર્ટીમાં ખુબ જ એન્જોય કર્યું છે. તે પાર્ટીમાં ખુબ નાચી હતી. એટલું જ નહીન તેને એ પણ કહ્યું કે તે પાર્ટીથી ઘરે જનારા લોકોમાંથી છેલ્લા લોકોમાની એક હતી. તેને પાર્ટીમાં ખુબ જ ચોકલેટ પણ ખાધી હતી. કેટરીનાએ જણાવ્યું કે તેને ઘણી વધી ચોકલેટ ફાઉન્ટેન ખાધા. ચોકલેટ એટલી ટેસ્ટી હતી કે તે પોતાને કન્ટ્રોલ જ ના કરી શકી.

Image result for deepika padukone ranveer singh mumbai reception katrina kaif

કેટરીનાએ જણાવ્યું કે તે આગળથી કોઈ પણ પાર્ટીમાં આ બધું ખાવાથી પોતાને રોકશે. કેટરીનાએ દીપિકા અને રણવીર સિંહને પોતાના તરફથી ખુબ જ શુભેચ્છાઓ આપતા કહ્યું કે તમે બંને ખુબ જ સારા લાગી રહ્યા હતા અને બંને સારા કપલ સાબિત થશે. એટલું જ નહીં તેને પ્રિયંકા અને નિક વિશે પણ વાત કરી તેને કહ્યું કે નિક અને પ્રિયંકાના ફોટા જોઈએ ખુબ મજા આવી રહી છે.

આપને જણાવી દઈએ કે પહેલા રણબીર કપૂર અને કેટરીના કૈફ જયારે રિલેશનશિપમાં હતા ત્યારે દીપિકા અને કેટરીનાની વચ્ચે તનાવના ન્યુઝ આવતા રહેતા હતા. દીપિકા પદુકોણે કેટરીના કૈફને સોશિઅલ મીડિયા પર ફોલો કરવાનું પણ શરુ કર્યું છે આનાથી એ સ્પષ્ટ થાય છે કે હવે બંને વચ્ચે બધું જ સારું ચાલી રહ્યું છે.